૨૩મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી: આજે સતત ૨૩મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જાહેર નથી કરાયો. સરકારી ઓઇલ કંપનીઓએ આ પહેલા ગત ૧૭ જુલાઈએ પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કર્યો હતો. ડીઝલના ભાવમાં ગત ૧૫ જુલાઈએ ૧૫ પૈસાનો વધારો થયો હતો. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં આ સપ્તાહ પણ ઘટાડા જ સંકેત હોવા છતાંય ભારતમાં ઈંધણના ભાવ ઘટાડવામાં નથી આવી રહ્યા. દેશમાં ઓછામાં ઓછા ૧૯ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે.
જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે. નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો હતો. ૪૨ દિવસમાં પેટ્રોલ લગભગ ૧૧.૫૨ રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જાેવા મળ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.