૨૩ કરોડની વીમાની રકમ મેળવવા શખ્સે આવું કર્યુ, વાંચીને ચોંકી જશો
વીમા માટે શખ્સે ટ્રેન નીચે બંને પગ કપાવી નાખ્યા-પગ કપાયા તે પહેલા જ તેણે વીમા કંપનીઓની પોલીસી લીધી હોવાથી કંપનીઓને શંકા જતા ક્લેઈમ ન અપાયો
બુડાપેસ્ટ, ઈન્સ્યોરન્સની તગડી રકમ મેળવવા માટે એક વ્યક્તિએ એવુ કાવતરુ રચ્યુ હતુ કે જે જાણીને હેરતમાં પડી જવાશે. જાેકે એ પછી પણ તેને વીમાની રકમ મળી નથી.આ અજીબો ગરીબ કિસ્સો યુરોપાના દેશ હંગેરીનો છે જ્યારે સેન્ડર નામના વ્યક્તિએ ૨.૪ મિલિયન યુરો એટલે કે ૨૩ કરોડ રુપિયાનો વીમો મેળવવા માટે ટ્રેન નીચે જાણી જાેઈને પોતાના બે પગ કપાવી નાંખ્યા હતા.
આ ઘટના ૨૦૧૪માં બની હતી.૫૪ વર્ષીય સેન્ડરે પોતાના બંને પગ કુમાવી દીધા હતા.તેણે ૧૪ વીમા પોલિસી લીધી હતી અને પગ કપાઈ ગયા બાદ તેણે વીમાની રકમ મેળવવા માટે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો હતો.જાેકે આ કૃત્ય તેણે જાણી જાેઈને કર્યુ હોવાનુ બહાર આવી ગયુ હતુ.
કારણકે તેના પગ કપાયા તે પહેલા જ તેણે વીમા કંપનીઓની પોલીસી લીધી હોવાથી કંપનીઓને શંકા ગઈ હતી.તેમણે વળતર ચુકવવામાં મોડુ કર્યુ હતુ અને તેનાથી નારાજ થઈને સેન્ડરે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સેન્ડરે દલીલ કરી હતી કે, કાચના ટુકડા પર મારો પગ પડ્યો હતો અને હું ટ્રેનના પાટા પર પડ્યો હતો.જેમાં મારા બે પગ કપાઈ ગયા હતા.
વીમા કંપનીઓએ તેની સામે પોતાની દલીલ કરી હતી અને તે કોર્ટે માન્ય રાખી હતી.આમ સેન્ડરને વીમાની રકમ નહીં મળે.