૨૩ જૂને ૩ લોકસભા અને ૭ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે
નવીદિલ્હી, ચૂંટણી પંચે ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે ૨૩ જૂને મતદાન થશે. ૨૬મી જૂને મતગણતરી થશે. ચૂંટણી પંચે પંજાબમાં સંગરુર, યુપીના રામપુર અને આઝમગઢ લોકસભા સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. સંગરુર સીટ ભગવંત માનના મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી.
જયારે આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ રામપુર બેઠક ખાલી પડી હતી. અખિલેશ યાદવ આઝમગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ તેમણે સંસદ સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
બીજી તરફ ત્રિપુરાની અગરતલા, ટાઉન બોરદોવાલી, સુરમા અને જુબરાજનગર વિધાનસભા બેઠકો પર ૨૩ જૂને મતદાન થશે. આ ઉપરાંત દિલ્હીના રાજેન્દ્ર નગર, ઝારખંડની મંડરી અને આંધ્રપ્રદેશની આત્મકુર વિધાનસભા માટે પણ મતદાન થશે. રાજેન્દ્ર નગર બેઠક રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ ખાલી પડી હતી. રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ચઢ્ઢાએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.HS1