૨૩ લાખના કેમીકલ ખરીદી રૂપિયા નહી ચુકવતાં નવરંગપુરામાં છેતરપીડીની ફરીયાદ
અમદાવાદ : કેમીકલમાં વેપારી સાથે લોભામણી વાતો કરીને બાવીસ લાખની વધુનો માલ મેળવ્યા બાદ બિલ ચૂકવણીમાં ગલ્લા તલ્લા કરતા વેપારીએ નવરંપુરા પોલીસ સ્ટેશનને છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.
થલતેજ ખાતે જેબર સ્કુલ નજીક રહેતા પિયુષભાઈ પટેલ નહેરુબ્રીજ આશ્રમ રોજ ઉપર એમપી રીસોર્સીસ નામે પોતાની પેઢી ધરાવે છે ૩૯ વર્ષીય પિયુષભાઈ ત્યાંથી કેમીકલ વેચવાનો ધંધો ચલાવે છે કેટલાંક સમય અગાઉ આનંદ નગર ખાતે ટાઈટેનીયમ સીટી સેન્ટર ખાતે ઓફીસ ધરાવતાં જીગ્નેશ ભાઈ રામજી પટેલ રહે ગોતા એ કેમીકલની ખરીદી શરૂ કરરી હતી
શરૂઆતામાં સમયસર નાણા ચુકવી તેમણે પિયૂષભાઈનો વિશ્વાસ જીતકી લીધો હતો બાદમાં ધંધાની બાબતે લાલચામણી વાતો કરી તેમની પાસેથી ટુકેડ ટુકડે રૂપિયા ત્રેવીસ લાખનાં કેમીકલની ખરીદી કરી હતી
જા કે તેનાં રૂપિયા બાદમાં ચૂકવવાનું કહ્યુ હતુ થોડા સમય બાદ પિયુષભાઈએ બિલનાં નાણાં માંગતા જીગ્નેશભાઈ બહાનાં બતાવ્યા હતા બાદમાં ગ્લલાતલ્લા શરૂ કર્યા હતા વારંવાર ઉધરાણી છતા કેમીકલ રૂપિયા નહી ચૂકવતાં છેવટે વેપારી પિયૂષભાઈ જીગ્નેસભાઈ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.ે