૨૩ વર્ષની માવ્યા સૂદન જમ્મુ-કાશ્મીરની પહેલી મહિલા ફાઇટર પાયલટ બની
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/jammu-kashmir.jpg)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના રહેવાસી ૨૩ વર્ષીય માવ્યા સુદન ભારતીય ફાઇટર પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં જાેડાશે. તેમણે જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનીને ઇતિહાસ રચ્યો છે. માવ્યાને ફ્લાઈંગ ઓફિસર તરીકે આઇએએફમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે ભારતીય વાયુ સેનામાં જાેડાનારી ૧૨ મી મહિલા અધિકારી બન્યા છે અને ફાઇટર પાયલટ તરીકે સામેલ થનારી રાજૌરીની પ્રથમ મહિલા અધિકારી છે.
૨૩ વર્ષની માવ્યા સૂદન કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પહેલી પુત્રી છે જેને ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાયલટ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેલંગાણાની ડુંડિગલ વાયુસેના એકેડમીમાં યોજાયેલી પાસિંગ પરેડમાં માવ્યા એકમાત્ર મહિલા ફાઇટર પાયલટ તરીકે સામેલ થયા હતા.
રાજૌરીના ગામ લંબેડીમાં રહેતી માવ્યાએ જમ્મુના કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ માંથી અભ્યાસ પૂરો કર્યો છે. જે પછી ચંદીગઢમાં ડીએવીથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરી વર્ષ ૨૦૨૦માં વાયુસેનાની એન્ટ્રેન્સ ઇક્ઝામ પાસ કરી હતી.એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ હૈદરાબાદના ડુંડિગલ, એરફોર્સ એકેડેમી ખાતે આયોજિત સંયુક્ત સ્નાતક પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી. માવ્યાના પિતા વિનોદ સુદને પુત્રીની સિધ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે ગર્વ અનુભવી રહ્યો છું કે તે માત્ર મારી જ નહીં આખા દેશની પુત્રી બની ગઇ છે. આ નિમિત્તે માવ્યાની માતા માન્યતા સૂદને પણ ખુશી વ્યક્ત કરી હતી.
લડવૈયાના પાયલોટ તરીકે ‘સંપૂર્ણ સંચાલન’ કરતા પહેલા અને લડાઇની જટિલતાઓને સંભાળતાં પહેલાં માવ્યા સુદાનને હવે એક વર્ષથી સખત લડાઇની તાલીમ લેવી પડશે. ફ્લાઇટ લેફ્ટનન્ટ અવની ચતુર્વેદી, ભાવના કંથ અને મોહના સિંઘ જૂન, ૨૦૧૬ માં પાયાની તાલીમ લીધા પછી ફ્લાઈંગ ઓફિસર તરીકે ફાઇટર સ્ટ્રીમમાં જાેડાનાર પ્રથમ મહિલા હતા. આઈએએફ પાસે હાલમાં ૧૧ મહિલા ફાઇટર પાઇલટ છે જેમણે સુપરસોનિક જેટ વિમાન ઉડાન માટે કડક તાલીમ લીધી છે. ફાઇટર પાયલટ ને ટ્રેન કરવામાં લગભગ ૧૫ કરોડ રૂપિયા લાગે છે.