૨૩ વર્ષની યુવતીએ નાકમાંથી વાદળી મણકો બહાર કાઢ્યો

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર અવારનવાર અવનવા અને વિચિત્ર વીડિયો જાેવા મળતા હોય છે. આવા વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ જાય છે. હમણાં જ ટિકટોક પર વાઇરલ થયેલો એક વિચિત્ર વીડિયો સામે આવ્યો છે.
જેમાં ૨૩ વર્ષની હન્ના હેમિલ્ટન નામની ટિકટોકરે પોતાના નાકમાંથી વાદળી મણકો બહાર કાઢ્યો હતો. આ મણકો તે નાની હતી ત્યારથી તેના નાકમાં ફસાયો હતો! ૧૪ ઓક્ટોબરના રોજ અપલોડ થયેલા આ વીડિયોમાં હન્નાએ નાકમાં આટલા લાંબા સમય સુધી મણકા અટવાઈ રહ્યાં હોવાથી કેવો અનુભવ થયો તે વાત શેર કરી હતી આ ક્લિપને લગભગ ૧ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ૨૫,૦૦૦ કૉમેન્ટ્સ થઈ છે.
વીડિયોમાં તેણે નાકમાં કંઈક ફસાઈ જવાની અને તે શું હતું તે અંગેની ધૂંધળી યાદની વાત કરી હતી. કેટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હન્નાએ વીડિયોમાં તેણે કહ્યું કે, તે માત્ર ૩ વર્ષની હતી ત્યારે રમતી વખતે તેના નાકમાં વાદળી રંગનું મણકુ ફસાઈ ગયું હતું. તે સમયે તેણે તે બહાર કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શકી ન હતી.
તેણે વધુમાં કહ્યું કે, તે સમયે હું ખૂબ ડરી ગઈ હતી. તેથી મેં આ વિશે કોઈને કહ્યું ન હતું, પરંતુ ૨૦ વર્ષ પછી મને અચાનક માથાનો દુઃખાવો થવા લાગ્યો હતો અને મને સાઈનસની સમસ્યા થઈ હતી. જેથી મેં એરવેક્સ કેમેરાની મદદથી નાકની અંદર તપાસ કરી તો તેને વાદળી કલરની વસ્તુ દેખાઈ હતી.
તેનું કહેવું છે કે, મણકુ બહાર કાઢવાની પ્રક્રિયા ખૂબ જ દર્દ આપનારી હતી. જાેકે, તેણે તે કાઢી લીધું હતું. આ ઘટના અંગે તેના અમુક ફોલોઅર્સ કહ્યું કે, તેણે આ વસ્તુ વારસાગત સંપત્તિ તરીકે સાચવવી જાેઈએ. કેટલાક યુઝર્સે આટલા વર્ષે સુધી તેને શ્વાસ લેવામાં પડેલી મુશ્કેલી અંગે સવાલ કર્યા હતા.
એક યુઝરે લખ્યું, આપણે બાળપણમાં નથી જાણતા કે શું સાચું છે અને શું ખોટું. જાે તે સમયે તેં ઘરે કહ્યું હોત તો આજે તારે આ દુઃખ સહન ન કરવું પડત. આના પર હેન્નાએ કહ્યું કે તે સમયે હું ઘણી નાની હતી, તેથી મેં ઘરે આ વાત કહી ન હતી.SSS