૨૩ વર્ષની યુવતી સાથે લગ્ન કરવા ૫૭ વર્ષના વ્યક્તિએ પત્નીને છૂટાછેડા આપ્યા

વોશિગ્ટન, કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે છે. ત્યારે આ વાતને સાચી સાબિત કરતી એક ઘટના સામે આવી છે કે, જેમાં એક યુવતીએ તેની કરતા ૩૪ વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ર્નિણય કર્યો છે.
આ યુવતીની ઉંમર માત્ર ૨૩ વર્ષની છે. મહત્ત્વની વાત છે કે, યુવતી જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તે વ્યક્તિની દીકરીની યુવતીની ઉંમર કરતાં માત્ર ત્રણ મહિના જ વધારે છે. એટલે કે, દીકરીની ઉંમરની યુવતી સાથે ૫૭ વર્ષનો વ્યક્તિ લગ્ન કરશે અને હાલ બન્નેએ સગાઈ પણ કરી છે. આ ઘટના અમેરિકાના લાસ વેગાસની છે.
અમેરિકાના લાસ વેગાસમાં ૫૭ વર્ષના પિટરે ૨૩ વર્ષની ગર્લફ્રેન્ડ એલિસા સાથે સગાઈ કરી છે અને તે ૨૩ વર્ષની પ્રેમિકાને ખુશ રાખવા માટે તેને ઘણા ગિફ્ટ આપી રહ્યો છે. તો બીજી તરફ ૫૭ વર્ષીય પિટરે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તેની પત્નીને પણ છૂટાછેડા આપી દીધા છે અને તેને ૧૫ વર્ષના લગ્નજીવનનો અંત કર્યો છે.
પિટરનું કહેવું છે કે, તે તેની પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરે છે અને તે પ્રેમિકાને ખુશ રાખવા માટે તેના પર ઘણો ખર્ચ પણ કરે છે. પિટરે સોશિયલ મીડિયાના માધ્યમથી એલીસા સાથેના પ્રેમ સંબંધમાં ઘણા રહસ્યો ખોલ્યા છે.તો બીજી તરફ એલિસાનું કહેવું છે કે, પીટર તેનું ઘણું ધ્યાન રાખે છે અને તે મોંઘી ગિફ્ટ પણ લાવે છે. એલિસા એવું કહે છે કે, તેને કામ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે, તેનો પ્રેમી પિટર તેની દરેક જરૂરિયાતની વસ્તુ પૂરી કરે છે અને પ્રેમી તેને એવું કહે છે કે, તે ખૂબ જ સુંદર છે.
એલિસાએ કહ્યું કે, પિટરે તેની સાથે લગ્ન કરવા માટે તેની પત્ની સાથે છુટાછેડા લીધા હતા. તેને લગ્ન કરવા માટે પત્નીની સાથે સાથે બે બાળકોને પણ છોડી દીધા છે.એલિસા એવું પણ કહ્યું કે, તે પિટરની દીકરી કરતાં માત્ર ત્રણ મહિનાની છે.એલિસાનું કહેવું છે કે, જ્યારથી તેની મુલાકાત પિટર સાથે થઈ છે ત્યારથી તેનો દરેક દિવસ ક્રિસમસ જેવો પસાર થાય છે. કારણ કે, પીટર તેને રોજ એક ગિફ્ટ આપે છે.
એલિસાએ એવું પણ જણાવ્યું હતું કે, એક દિવસ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે પિટર તેના માટે મોંઘી બેગ લાવ્યો હતો અને સગાઈમાં પણ એક હીરાની વીંટી તેને પહેરાવી હતી.બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એલિસા અને પિટરના પ્રેમને લોભ ગણાવે છે કારણ કે, એલિસા પિટરનો ઉપયોગ માત્ર પૈસા માટે કરી રહી હોય તેવું લોકો કહી રહ્યા છે. એલિસા ખૂદ એવું કહે છે કે, પિટર જ્યારથી તેને મળ્યો છે ત્યારથી રોજ ગિફ્ટ આપે છે. એલિસા પિટરે આપેલી દરેક ગિફ્ટને સોશિયલ મીડિયા પર બતાવે છે.HS