૨૩ વર્ષ બાદ અમદાવાદીઓએ ખતરનાક વાવાઝોડું અનુભવ્યું
અમદાવાદમાં તાઉતે ચક્રવાતે ભારે નુકસાન સજ્ર્યું છે, શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવા અને હોર્ડિંગ્સ પડવાની ઘટના સામે આવી છે
અમદાવાદ: તૌકતે વાવાઝોડાએ દિશા બદલતા અમદાવાદીઓને ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ વાવાઝોડાનો અનુભવ થયો હતો. તેમાં પણ નવી પેઢી માટે અમદાવાદમાં વાવાઝોડુ અનુભવવાની વાત સાવ નવી હતી. ૨૩ વર્ષના લાંબા વહેણ બાદ અમદાવાદને વાવાઝોડું સ્પર્શ્યું હતું. અમદાવાદમાં તોકતે ચક્રવાતે ભારે નુકસાન સર્જયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવા અને હોર્ડિંગ્સ પડવાની ઘટના સામે આવી છે.
અગાઉ ૧૯૯૮માં લક્ષદ્વીપથી ઉદભવેલું વાવાઝોડું અમદાવાદ પાસેથી પસાર થયું હતું. તેના બાદ પહેલીવાર અમદાવાદમા વાવાઝોડા અસર જાેવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ ૧૪૨ મીમી (અંદાજે ૬ ઈંચ) વરસાદ થયો હતો. પવનની ગતિ પણ કલાકના ૪૦થી ૮૦ કિલોમીટર સુધીની રહી હતી. સાંજે ૫ થી ૭ વાગ્યાની આસપાસ વાવાઝોડાની સૌથી વધુ અસર દેખાઈ હતી. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.૨૦ ફૂટ, ગેટ નં.૨૩ ૧.૬ ફૂટ, ગેટ નં.૨૬, ૨૭, ૨૮, ૩૦ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. શહેરના દૂરદર્શન ટાવર પાસે આવેલા મેદાનના રોડ પર અનેક ઝાડ પડી ગયા છે.
તેમજ એએમટીએસ બસના સ્ટેન્ડ પર લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સ પણ તૂટીને પડ્યા છે. મંગળવારે સાંજે વાવાઝોડાએ અમદાવાદને ધમરોળ્યા બાદ બુધવારની સવારે નુકસાનીનો અંદાજ આવ્યો હતો. અમદાવાદના અનેક રસ્તા પર ઝાડ પડેલા દેખાઈ રહ્યાં છે. હાલ એએમસીનું તંત્ર પણ હાલ પડેલા ઝાડને હટાવવાની કામગીરીમાં લાગી ગયું છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં આવા વિનાશના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે વાવાઝોડાને પગલે તારાજીના દ્રશ્યો જાેવા મળ્યો. બુધવારે પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો જાેવા મળ્યો. વાવાઝોડાને પગલે વીજ પોલ તૂટી પડ્યા છે. બાવળા રોડ પર વીજ લાઇન બંધ થતાં આસપાસના વિસ્તારોને અસરગ્રસ્ત પહોંચી છે. વીજલાઈન શરૂ થતાં વધુ સમય લાગી શકે છે. સ્થાનિકો અને કોમર્શિયલ લાઇનને વીજળી વગર જ રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. એસજી હાઈ વે પર આવેલ છસ્જી બસ સ્ટોપ પડતા રોડ બંધ થયો હતો. તો રોડ પર લાગેલા મોટા હોર્ડિંગ બેનરો પણ પડતા પસાર થતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડાને પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.