Western Times News

Gujarati News

૨૪ અને ૨૫ જૂને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક

સુરત , ગુજરાતમા ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. ૨૪ અને ૨૫ જૂને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. વલસાડ, ઉમરપાડા અને અંબાજીમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જાેવા મળ્યાં છે. ખાસ કરીને સુરતના ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી છે. ઉમરપાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરત ગ્રામ્ય માં ધોધમાર વરસાદ વરસ્યો છે. કામરેજ, બારડોલી, ઓલપાડ, માંગરોળ ઉમરપાડામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે કામરેજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. તો ડાંગ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વઘઇ આહવા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા, લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.

બપોર બાદ ઝરમર વરસાદની હેલી રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ સમગ્ર પંથકમાં તૂટી પડ્યો હતો. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ જાેવા મળ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ઉમરપાડા, વલસાડ, સુરત, તાપી, ડાંગમાં વરસાદ જાેવા મળ્યો છે. ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા જ લોકો ગરમીથી મુક્ત થયા છે.

તાલુકામાં મથકે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પવન ના સુસવાટા સાથે સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. કેવડી, ચારણી, તાબદા સહિતના વિસ્તારમાં વરસાદ જાેવા મળ્યો હતો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર આ એક જ તાલુકો વરસવાનો બાકી હતો, તે પણ આજે વરસાદ થતાં ખેડૂતો મોજમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરત ગ્રામ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં થાય છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ અને ૨૫ જૂને અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરાઈ છે. તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદીઓને ગરમીમાંથી મુક્તિ મળશે. આ દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જાેકે, સામાન્ય રીતે ગણતરી મુજબ અત્યાર સુધીમાં ૩ ઈંચ વરસાદ થવો જાેઈએ.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.