૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૨૧ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો હોય તેવી રીતે તબક્કાવાર કેસ ઘટ્યા બાદ હવે વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા ૨૧ કેસ આવ્યા છે. તો બીજી તરફ ૧૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૩૪૪ નાગરિકો કોરોનાને હરાવી પણ ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૫,૦૫,૦૦૧ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૫૮ નાગરિકો એક્ટિવ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટીલેટર પર છે.
૧૫૩ સ્ટેબલ છે. ૮,૧૫,૩૪૪ કુલ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ૧૦૦૮૨ નાગરિકોના અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે રાહતના સમાચાર ગણી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી.જે એકંદરે રાહતના સમાચાર ગણાવી શકાય. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૬ને પ્રથમ અને ૫૪૬૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૭૨૬૬૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૬૩૫૨૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૮-૪૫ વર્ષના ૨૧૦૦૩૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૫૩૨૯૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૫,૦૫,૦૦૧ કુલ ડોઝ એક જ દિવસમાં અપ્યા છે. ૫,૧૮,૮૦,૪૨૦ ડોઝ રસીના અત્યાર સુધીમાં થયું છે.SSS