૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૫૯૯ કેસઃ વધુ ૯૮ના મોત
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. એક તરફ કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક એક લાખ ૫૭ હજારથી પણ વધી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ વધારો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨,૦૯,૮૯,૦૧૦ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૫૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૨,૨૯,૩૯૮ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૮ લાખ ૮૨ હજાર ૭૯૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૨૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં ૧,૮૮,૭૪૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૮૫૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૧૯,૬૮,૨૭૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૫,૩૭,૭૬૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નવા કુલ ૫૭૫ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે એક કોરોના દર્દીનું મોત થયું હતું.
બીજી તરફ ૪૫૯ લોકો કોરોનામાંથી મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આજે કુલ ૪૫,૯૭૪ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી.
અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨૭, સુરત કોર્પોરેશનમાં ૧૨૫, વડોદરા કોર્પોરેશન ૭૦, રાજકોટ કોર્પોરેશન ૫૮ કેસ નોધાયા હતા. આ ઉપરાંત સુરતમાં૨૦, ભાવનગર કોર્પોરેશનમાં ૧૫, આણંદમાં ૧૪, રાજકોટમાં ૧૩, વડોદરામાં ૧૨, મહેસાણામાં ૧૧, કચ્છમાં ૧૦, ખેડા ૯, દાહોદમાં ૮ કેસ, જામનગર કોર્પોરેશનમાં ૮ કેસ, સાબરકાંઠામાં ૮ કેસ, ગાંધીનગરમાં ૭ કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ૬ કેસ ભરૂચ ૫, જામનગર ૫, જુનાગઢ કોર્પોરેશન ૫, અમદાવાદમાં ૪ કેસ નોધાયા હતા.