Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૬૭,૩૩૪ દર્દીઓ નોંધાયા

કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને ૧૪ અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જાેવા મળ્યા છે. જાે કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને ૧૪ અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જેનાથી સંક્રમણની જાણ થઈ અને તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી છે. પરંતુ ચિંતાની વાત કઈક બીજી જ છે.

કારણ કે કોરોનાથી મોતની સંખ્યા ઘટી રહી નથી. તાજા આંકડા મુજબ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા ૨.૬૭ લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે ૪૫૨૯ લોકોના કોરોનાથી મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨,૬૭,૩૩૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨,૫૪,૯૬,૩૩૦ થયો છે. એક દિવસમાં ૩,૮૯,૮૫૧ દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૨,૧૯,૮૬,૩૬૩ પર પહોંચી છે.

સૌથી ચિંતાજનક જાે કોઈ વાત હોય તો કોરોનાથી વધી રહેલા મોતનો આંકડો. એક જ દિવસમાં કોરોનાથી ૪૫૨૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક ૨,૮૩,૨૪૮ પર પહોંચ્યો છે. દેશમાં હાલ ૩૨,૨૬,૭૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૮,૫૮,૦૯,૩૦૨ લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ મંગળવારે દેશભરમાંથી કુલ ૨૦,૦૮,૨૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩૨,૦૩,૦૧,૧૭૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. એવો ખુલાસો થયો છે

ગત લહેરની સરખામણીમાં આ વખતે યુવાઓના મોતનો દર બમણો છે. આ ડેટા દિલ્હી એનસીઆરમાં ૭-૮ હોસ્પિટલોમાં કરાયેલા સ્ટડીના આધારે નીકળ્યો છે અને તે ખુબ જ ચિંતાજનક છે. કોવિડ-૧૯માં આપણે યુવાઓને ગુમાવી રહ્યા છીએ. ૧૦ મેના રોજ ભારતમાં કોરોના સંક્રમણ ૩ લાખ ૮૮ હજાર ૫૮ હતો, એક અઠવાડિયા બાદ ૧૭મી મેના રોજ ઘટીને ૩ લાખ ૧૯ હજાર ૪૩૭ પર પહોંચી ગયું. ૧૦મી મેના રોજ કોવિડ-૧૯થી થનારા મોતનો આંકડો ૩૯૪૮ હતો

અઠવાડિયા બાદ વધીને ૪૧૦૩ સુધી પહોંચી ગયો. મોતની સંખ્યા ૧૯મી મેના રોજ ૪૫૦૦ સુધી પહોંચી ગયો તો આખરે કોવિડ સંક્રમણનો ઘટતો ગ્રાફ અને મોતની વધતી રેખાથી બનતા આ એક્સ ફેક્ટરને શું કહે છે? દેશમાં કોરોનાનો કહેર ઘીરે ધીરે ઘટતો જાેવા મળી રહ્યો છે. કારણ કે હવે સારવારની વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. બેડ્‌સ અને ઓક્સિજનની અછત પણ એટલી જાેવા મળતી નથી. જીવનરક્ષક દવાઓની સારવારમાં સુધારો થયો છે. લોકડાઉન અને કરફ્યૂનો ફાયદો જાેવા મળી રહ્યો છે. પરંતુ આ હાલાતમાં પણ હોસ્પિટલોમાં થતા મોતનો આંકડો ઓછો થઈ રહ્યો નથી.

ભારતમાં હવે રોજ સરેરાશ ૪૦૦૦ લોકોના મોત થઈ રહ્યા છે. વિશેષજ્ઞોનું માનીએ તો જે જુસ્સા સાથે હિન્દુસ્તાને કોરોના સામે લડત લડવાનું મનમાં નક્કી કર્યું છે તે જ જુસ્સો જાે જળવાઈ રહ્યો તો આગામી ૧૦-૧૫ દિવસમાં મોતનો દર પણ ઘટવાનો શરૂ તઈ જશે. જેએનયુ ચેરપર્સન ડો.રાજીવ દાસગુપ્તાનું કહેવું છે કે કોરોના વાયરસથી થનારા મોતના આંકડા બે અઠવાડિયા પાછળ ચાલે છે અને ૧૫ દિવસ બાદ નવા કેસમાં ઘટાડાની અસર મોતના આંકડા ઉપર પણ જાેવા મળશે. તમે જાેયું હશે કે કોવિડ-૧૯ની બીજી લહેરે ગત વર્ષની સરખામણી આ વખતે બમણો કહેર વર્તાવ્યો છે. લગભગ દરેક ઘરમાં કોરોના સંક્રમણ પહોંચી ગયું છે અને દરેક મહોલ્લા કસ્બામાં મોતે દસ્તક આપી છે.

પરંતુ તમે કદાચ આ જાણીને ચોંકી જશો કે આ વખતે કોરોનાનો કહેર યુવાઓ પર વધુ જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૨૦ના ૯ મહિનામાં કોવિડ-૧૯ના ૨૭ ટકા દર્દીઓ ૪૫ વર્ષની ઉપરના હતા અને ત્યારે યુવાઓનો મૃત્યુદર ૨ ટકા હતો. જ્યારે ૨૦૨૧ના ૩ મહિનામાં જ કોવિડના ૨૭ ટકા દર્દીઓ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના છે અને મૃત્યુ દર પણ ૪ ટકા સુધી પહોંચી ગયો છે. આ સ્ટડી દિલ્હી, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં મેક્સના અલગ અલગ ૭ હોસ્પિટલોમાંથી ભેગા કરાયેલા આંકડાના આધારે કરાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે મેક્સની

આ હોસ્પિટલોમાં ગત ૯ મહિનામાં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના ૩૯૨૯ દર્દી દાખલ થયા હતા જ્યારે આ વખતે ૨૦૨૧ના ત્રણ મહિનાની અંદર જ ૧૫૭૯ યુવાઓ દાખલ થઈ ચૂક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે યુવાઓમાં હાલ રસી મૂકાવેલા લોકોની સંખ્યા ખુબ ઓછી છે. બીજી વાત એ છે કે મ્યૂટેન્ટ વાયરસ યુવાઓ માટે વધુ જાેખમી સાબિત થઈ રહ્યો છે અને યુવાઓએ મોટી સંખ્યામાં ઘરથી બહાર નીકળવું પણ તેમના વાયરસની ઝપેટમાં આવવા પાછળ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. જાે કે આંકડાઓની સમીક્ષા કરનારા એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા અઠવાડિયામાં દેશમાં થઈ રહેલા મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.