૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૪,૩૫૪ કેસ નોંધાયા
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી કોરોના વાયરસના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૨૪,૩૫૪ કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ૨,૭૩,૮૮૯ પર પહોંચી છે.
દેશમાં ૧૯૭ દિવસ પછી આટલા ઓછા એક્ટિવ કેસ થયા છે. આ સાથે ૨૪ કલાકમાં ૨૫,૪૫૫ લોકો સાજા થયા છે. કોરોના વાયરસના કુલ કેસની વાત કરીએ તો દેશમાં અત્યારસુધી કુલ ૩ કરોડ ૩૭ લાખ ૯૧ હજાર ૦૬૧ કેસ નોંધાયા છે. જેમાંથી ૩ કરોડ ૩૦ લાખ ૬૮ હજાર ૫૯૯ લોકો સાજા થાય છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ ૪ લાખ ૪૮ હજાર ૫૭૩ લોકોનાં મોત થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૨૩૪ લોકોનાં મોત થાય છે. આ સાથે દેશમાં મોતની ટકાવારી હાલ ૧.૩% થઈ છે, જ્યારે સાજા થવાનો દર ૯૭.૯% થયો છે.
દેશમાં અત્યારસુધી ૮૯ કરોડ ૭૪ લાખ ૮૧ હજાર ૯૯૦ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે.
રાજ્યમાં આજની તારીખે રસીના કુલ ૬,૦૫,૬૯,૨૩૩ ડોઝ આપવામાં આવ્યા છે. રાજયમાં ૧ ઓક્ટોબર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૨૯ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બાકીના નવા કેસ ફક્ત ૪ જિલ્લા અને ૪ મનપામાં નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં ૬ કેસ, અમદાવાદ શહેરમાં ૨, ખેડામાં ૨, વલસાડમાં ૨, નવસારીમાં ૧, રાજકોટ શહેરમાં ૧, તાપીમાં ૧ અને વડોદરા શહેરમાં ૧ કેસ નોંધાયો છે.
૧ ઑક્ટોબરના સાંજના કોરોના બૂલેટિન મુજબ રાજ્યમાં હાલ ફક્ત ૧૫૮ એક્ટિવ કેસ છે. આ પૈકીના ૦૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૫૪ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૭૧૨ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં આજે ૧ ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે ૪.૦૦ લાગ્યા સુધીમાં ૨,૨૩,૪૬૪ લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં ૫૦,૦૬૫ લોકોનું રસીકરણ થયું છે.SSS