Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૧૬૪૯ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. પાછલા અઠવાડિયે કોરોનાના નવા કેસની સંખ્યા ૩૦ હજારની અંદર પહોંચ્યા બાદ ફરી નવા કેસની સંખ્યા ૪૦ લાખને પાર જઈ રહી છે. જાેકે, ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જાેકે, મૃત્યુઆંક ફરી એકવાર ૬૦૦ની નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોનાના નવા ૪૧,૬૪૯ નવા કેસ નોંધાયા છે અને ૫૯૩ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. બીજી તરફ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૭,૨૯૧ નોંધાઈ છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૩,૦૭,૮૧,૨૬૩ થઈ ગયો છે. નવા કેસની સામે સાજા થતા દર્દીઓ વધતા એક્ટિવ કેસ વધીને ૪,૦૮,૯૨૦ થઈ ગયો છે. થોડા દિવસ અગાઉ એક્ટિવ કેસની સંખ્યા ૪ લાખની અંદર આવી ગઈ હતી, જાેકે સતત કેસ વધતા આંકડો ૪ લાખને પાર થઈ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૧૬,૧૩,૯૯૩ થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૪,૨૩,૮૧૦ પર પહોંચી ગયા છે. ૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાના રસી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

જેમાં ગઈકાલ સુધીમાં કુલ વેક્સીનેશનની સંખ્યા ૪૬,૧૫,૧૮,૪૭૯ પર પહોંચી છે. આઈસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૩૦ જુલાઈ સુધીમાં કુલ ૪૬,૬૪,૨૭,૦૩૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૭,૭૬,૩૧૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા.

આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.