૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૪૭૬ નવા કેસ નોંધાયા

પ્રતિકાત્મક
ગાંધીનગર, રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૪૭૬ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ૩ મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં ૨૭૦૪ દર્દી સાજા થયા છે. અમદાવાદ શહેરમાં ૨૮૬૧ , સુરત શહેરમાં ૧૯૮૮ , વડોદરા શહેરમાં ૫૫૧, વલસાડમાં ૧૮૯ , રાજકોટ શહેરમાં ૨૪૪, ભાવનગર શહેરમાં ૧૩૬, સુરત જિલ્લામાં ૧૩૬, ગાંધીનગર શહેરમાં ૧૩૫, કચ્છમાં ૧૨૧, મહેસાણામાં ૧૦૮, ભરૂચમાં ૯૨, આણંદમાં ૮૮, જામનગર શહેરમાં ૮૨, રાજકોટમાં ૭૫, ખેડામાં ૭૧, નવસારીમાં ૬૯ કેસ નોંધાયા છે.
મોરબીમાં ૫૭, સાબરકાંઠામાં ૫૬, વડોદરામાં ૫૫,. ગાંધીનગર, જામનગર જિલ્લામાં ૪૭-૪૭, અમાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૨-૪૨, પંચમહાલમાં ૨૪, જૂનાગઢ શહેરમાં ૨૩, અમરેલીમા, બનાસકાંઠામાં ૨૧-૨૧, મહીસાગરમાં ૨૦, ગીરસોમનાથમાં ૧૯, ભાવનગરમાં ૧૬, દ્વારકામાં ૧૫, દાહોદમાં ૯, નર્મદામાં ૫, અરવલ્લીમાં ૩, જૂનાગઢમાં ૩, તાપીમાં ૩. ડાંગમાં ૧, પોરબંદરમાં ૧ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૩૭૨૩૮ પર પહોંચી ગયો છે.
જૈ પૈકીના ૩૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ ૮,૨૮, ૪૦૬, દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૧૦૧૩૨ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે.
આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ ૧૨ મી જાન્યુઆરી ૨૦૨૨ થી અમલમાં આવશે અને અને તારીખ ૨૨ મી જાન્યુઆરી ૨૦૨૨ ના સવારે ૦૬ઃ૦૦ વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ ર્નિણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ ના સવારે ૦૬ઃ૦૦ સુધી અમલમાં રહેશે.SSS