Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના ૩૩૦૩ નવા કેસ, ૩૯નાં મોત

નવીદિલ્હી, દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૦૩ નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ ૧૨.૮ ટકાનો વધારો નોંધાયો હતો.

છેલ્લા કલાકમાં ૩૯ લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો ૨૦,૦૦૦ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૮.૪૦ કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૩૦,૬૮,૭૯૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી ૫,૨૩,૬૯૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૫,૨૮,૧૨૬ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૫૬૩ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૬,૯૮૦એ પહોંચી છે.

દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૪ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૨૨ ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪,૯૭,૬૬૯ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૩.૬૪ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૦.૬૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૬૧ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૮૮,૪૦,૭૫,૪૫૩ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૯,૫૩,૪૩૭ લોકોને રસી આપવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.