૨૪ કલાકમાં કોરોનાના ૯૯૪૧ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૯૯૪૧ કેસ નોંધાયા છે. તો આ દરમિયાન ૪ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૪૯ લોકોએ કોરોનાને માત આપી છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૮૫ હજાર ૭૧૮ થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૧૩૭ લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૮૪૩ કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં ૨૫૦૫, વડોદરા શહેરમાં ૭૭૬, રાજકોટ શહેરમાં ૩૧૯, સુરત ગ્રામ્ય ૨૬૫, વલસાડ ૨૧૮, ભરૂચ ૨૧૭, ગાંધીનગર શહેર ૧૫૦, નવસારી ૧૪૭, ભાવનગર શહેર ૧૩૦, કચ્છ ૧૦૫ અને મોરબીમાં ૧૦૨ કેસ સામે આવ્યા છે. આજે રાજ્યના ૩૩ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. સુરત શહેરમાં બે, રાજકોટ ગ્રામ્યમાં એક અને વલસાડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે ગુજરાતમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૩૭૨૬ થઈ ગઈ છે. જેમાં ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૧૩૭ લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ ૮૩૧૮૫૫ લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૩.૯૨ ટકા છે. રાજ્યમાં આજે ૩ લાખ ૨ હજાર ૩૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી ૯ કરોડ ૩૮ લાખ ૩૧ હજાર ૬૬૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.SSS