૨૪ કલાકમાં દેશભરમાં કોવિડ-૧૯ના ૩૪૭૨૫૪ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કોવિડ-૧૯ના નવા કેસોમાં દરરોજ વધારો જાેવા મળી રહ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોવિડ-૧૯ના ૩,૪૭,૨૫૪ નવા કેસ નોંધાયા છે. આ સાથે, એક દિવસમાં સંક્રમણને કારણે ૭૦૩ દર્દીઓનાં મોત થયા છે.
દેશમાં આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૪,૮૮,૩૯૬ લોકોના મોત થયા છે. નવા કેસોમાં સક્રિય કેસોમાં પણ તેજી જાેવા મળી રહી છે અને આ આંકડો ૨૦ લાખને વટાવી ગયો છે. દરમિયાન, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ઓમિક્રોનના કુલ કેસ ૯,૬૯૨ થયા છે.
ભારતમાં, કોરોનાના સક્રિય કેસ એટલે કે હાલમાં કોરોનાની સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા વધીને ૨૦,૧૮,૮૨૫ થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસના ૫.૨૩ ટકા સુધી પહોંચી ગયા છે. હાલમાં રિકવરી રેટ ૯૩.૫૦ ટકા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૨,૫૧,૭૭૭ દર્દીઓ સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩,૬૦,૫૮,૮૦૬ લોકો ચેપને કારણે સાજા થયા છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લોકોને રસીના ૧૬૦.૪૩ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં ૭૧.૧૫ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૩૫,૯૧૨ ટેસ્ટનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના નવા ૧૪,૪૨૪ નવા કેસ નોંધાયા હતા. જે રોગચાળાની શરૂઆત પછી નોંધાયેલા દૈનિક કેસોની સૌથી વધુ સંખ્યા છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, પુણેમાં કોવિડ-૧૯થી નવ દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચેપના ૧૨,૯૬,૩૯૮ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૯,૩૩૩ પર પહોંચી ગયો છે. પુણેમાં સંક્રમણનો દર ૩૫ ટકાથી વધુ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ઇમરજન્સી હેડ ડો. માઇકલ રેયાનનું કહેવું છે કે આ વર્ષે કોરોના પર જાહેર આરોગ્ય કટોકટી સમાપ્ત થઈ શકે છે. જેમણે ૨૦૨૦માં કોરોના પર વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.
ડૉ. રાયને કહ્યું છે કે, જાે આપણે ગરીબ અને સમૃદ્ધ દેશો વચ્ચે રસીઓ અને દવાઓના વિતરણમાં ભારે અસમાનતા દૂર કરીએ તો આ વર્ષે આપણે કોરોના વાયરસ, મૃત્યુ, હોસ્પિટલમાં દાખલ થવા અને લોકડાઉનની ખરાબ વર્તણૂકને અટકાવી શકીએ છીએ. ડૉ. રાયને કહ્યું હતું કે, હવે આપણે આ વાયરસને ક્યારેય દૂર કરી શકીએ નહીં કારણ કે, આ વાયરસ હવે આપણી ઇકોસિસ્ટમનો ભાગ છે પરંતુ જાે આપણે કેટલીક વસ્તુઓ કરી શકીએ તો આપણી પાસે જાહેર આરોગ્યની કટોકટીને દૂર કરવાની સારી તક હોઈ શકે છે.
ડબ્લ્યુએચઓના ઈમરજન્સી પ્રમુખે ગરીબ અને સમૃદ્ધ દેશો વચ્ચેની રસી અસમાનતાને ભયંકર નૈતિક નિષ્ફળતા ગણાવી છે. તેમણે કહ્યું છે કે, આ એક વિડંબના છે કે, એક તરફ સમૃદ્ધ દેશોમાં ૮૦ ટકા લોકોને રસીનો બંને ડોઝ મળ્યો છે, જ્યારે ગરીબ દેશોમાં અત્યાર સુધીમાં ૧૦ ટકા લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી.SSS