૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૪૪ કેસ નોંધાયા
અમદાવાદ, ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાના નવા ૪૪ કેસ નોંધાયા છે, જ્યારે ૨૩ દર્દીઓ સાજા થયા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને ૯૮.૭૫ ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૭૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તફ ૪,૯૩,૩૨૮ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જાે કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે.
રાજ્યમાં હાલ કુલ ૩૧૨ કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૦૬ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૭૧૦ નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
ગુજરાતમાં આજના કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ કોપેર્ોરેશનમાં ૯ કેસ નોધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં ૮ કેસ નોધાયા છે. તેવી રીતે સુરત કોર્પોરેશનમાં ૬, કચ્છમાં ૪, જામનગર કોર્પોરેશનમાં ૩, વડોદરા ૩, વલસાડમાં ૩, રાજકોટ કોર્પોરેશનમાં ૨, સુરતમાં ૨, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં ૧-૧-૧-૧ કેસ નોંધાયો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૯ ને રસીનો પ્રથમ જ્યારે ૨૫૪૩ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૫૨૨૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૧૭૨૪૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૪૯૦૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૧૩૩૯૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૯૩,૩૨૮ ડોઝ અપાયા છે. આ પ્રકારે કુલ ૭,૬૨,૨૭,૨૦૦ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS