૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩૬ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના નવા ૩૬ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૬ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૭૨૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૩,૪૨,૧૫૧ ડોઝ રસીના આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૩૩૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૫ નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે ૩૨૬ સ્ટેબલ છે. ૮,૧૬,૭૨૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આજે વલસાડમાં ૧ નાગરિકનું મોત થયું છે.
૧૦૦૯૧ નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, વડોદરા કોર્પોરેશન ૮, નવસારી ૪, સુરત કોર્પોરેશન ૩, આણંદ, જામનગર અને મહેસાણામાં ૨-૨ કેસ સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, સાબરકાંઠા, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે.
જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૮ને રસીનો પ્રથમ જ્યારે ૧૫૭૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૮૨૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૮૦૫૦૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૧૪૩૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૧૭૮૦૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે ૩,૪૨,૧૫૧ કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૭,૬૫,૫૯,૩૫૧ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS