૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦,૯૬૬ નવા કેસ આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાનો મહા વિસ્ફોટ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦ હજાર ૯૬૬ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ આ એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મંગળવારે પણ ૧૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પરંતુ આજે તેનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે ૧૨ લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૩ જિલ્લામાં કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં જ ૮૩૯૧ કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં ૩૩૧૮, વડોદરા શહેરમાં ૧૯૯૮, રાજકોટ શહેરમાં ૧૨૫૯, સુરત ગ્રામ્યમાં ૬૫૬, ભાવનગર શહેરમાં ૫૨૬, ગાંધીનગર શહેરમાં ૪૪૬, વલસાડમાં ૩૮૭, નવસારીમાં ૨૭૮, મોરબીમાં ૨૬૫ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને મૃત્યુ આંક વધી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં ૬ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરતમાં ૧, વલસાડમાં ૨, ભરૂચમાં ૧, સાબરકાંઠામાં બે લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૨૮ લોકો સાજા થયા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૦૭૨૬ થઈ ગઈ છે. જેમાં ૧૨૫ દર્દી વેન્ટીલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં ૮૭૬૧૬૬ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે ૧૦૧૮૬ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને ૮૯.૬૭ ટકા થઈ ગયો છે.SSS