Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૧૨૦ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧,૫૬,૮૨૫એ પહોંચ્યો

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ફરી તેજ થઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હવે રેકોર્ડ મામલો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના ૮,૭૦૨ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે ૧૨૬ દિવસ બાદ આ પહેલીવાર હતું જ્યારે ૨૪ કલાકની અંદર ૮ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૪,૭૨,૬૪૩ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૫૭૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૦,૬૩,૪૯૧ થઈ ગઈ છે.
બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૭ લાખ ૫૦ હજાર ૬૮૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

૨૪ કલાકમાં ૧૨,૧૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૫,૯૮૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૮૨૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૧,૪૬,૬૧,૪૬૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૮,૩૧,૮૦૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૨૪ કેસ નોંધાયા છે. જેની સામે ૩૦૧ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૦૮ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૬૨ ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૮૦૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ૧,૧૫,૩૩૮ લોકોને વેક્સીનનો બીજાે ડોઝ પણ આપવામાં આવ્યો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૭૫, સુરતમાં ૮૭, વડોદરામાં ૮૯, રાજકોટમાં ૬૩, જામનગર, કચ્છમાં ૧૧-૧૧, ગાંધીનગરમાં ૧૦, આણંદ, ખેડા, ભાવનગરમાં ૭-૭ સહિત કુલ ૪૨૪ કેસ નોંધાયા છે. આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ ૭ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં અત્યારે કુલ ૧૯૯૧ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૩૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૯૫૬ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૨૧૭૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.