૨૪ કલાકમાં ૧૮૮૭૦ લોકો સંક્રમિત, ૩૭૮ દર્દીનાં મોત

નવી દિલ્હી, દેશમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના કેસ ૨૦ હજારથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ૩ લાખની નીચે જ રહી છે. કેરળમાં કોવિડ-૧૯ મહામારીનો પ્રકોપ ઓછો થવાની અસર દેશના કોરોના આંકડાઓ પર પડી રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૧,૧૯૬ નવા કેસ નોંધાયા છે અને ૧૪૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં ગત એક દિવસમાં કોરોનાના નવા ૨૪ કેસ નોંધાયા છે. બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૮૭૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૭૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૭,૧૬,૪૫૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૭,૬૬,૬૩,૪૯૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૧૩,૩૩૨ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૯ લાખ ૫૮ હજાર ૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૧૭૮ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૮૨,૫૨૦ એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે.
અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૭૫૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૬,૭૪,૫૦,૧૮૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૦૪,૭૧૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૪ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૮ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૬૬૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
કોવિડ-૧૯ રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં ગત એક દિવસમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આ ઉપરાંત, મંગળવારે ૩,૧૪,૮૧૩ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ કુલ ૧૪૮ એક્ટિવ કેસ છે.
જે પૈકી ૦૫ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૪૩ નાગરિકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ ૮,૧૫,૬૬૬ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦૦૮૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં ૮, વલસાડ ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૩, નવસારી ૨, સુરત ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨, ગાંધીનગર કોર્પોરેશન ૧, જામનગર ૧ અને રાજકોટ કોર્પોરેશનમાં ૧ કેસ નોંધાયો છે.SSS