૨૪ કલાકમાં ૧.૬૯ લાખ નવા કેસ , લગભગ ૬ મહિના બાદ ૯૦૦થી વધુ લોકોનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona1-2-1024x536.jpg)
નવીદિલ્હી: દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧લાખ ૬૯ હજાર ૯૧૪ કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં ૧૦ એપ્રિલના રોજ ૧ લાખ ૫૨ હજાર ૫૬૫ કેસ નોંધાયા હતા.
બીજી તરફ, નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે ૯૦૪ લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા ૬ મહિનામાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગયા વર્ષે ૧૭ ઓક્ટોબરે સૌથી વધુ ૧,૦૩૨ લોકોનાં મોત થયાં હતાં.એક્ટિવ કેસ એટલે કે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ આજે ૧૨ લાખને પાર કરી જશે. પાછલા દિવસે એમાં ૯૩,૫૯૦નો વધારો થયો છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો ૧૧ લાખ ૯૫ હજાર ૯૬૦ પર પહોંચ્યો છે.
અત્યારસુધીમાં ૧ કરોડ ૩૩ લાખ ૨૫ હજારથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૧ કરોડ ૨૧ લાખ ૫૩ હજાર લોકો સાજા થયા છે. ૧ લાખ ૭૦ હજાર ૨૦૯ દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં ૧૦ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.આ ફોટો નવી દિલ્હી રેલવે સ્ટેશનનો છે. અહીં આવનારા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એને કારણે રવિવારે સ્ટેશન પર લાંબી કતારો જાેવા મળી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશનનો છે. અહીં આવનારા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે,
મહારાષ્ટ્રમાં ૬૩,૨૯૪ નવા દર્દી મળી આવ્યા હતા. ૩૪,૦૦૮ દર્દી સ્વસ્થ થયા અને ૩૪૯ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૩૪.૦૭ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે ૫૭,૯૮૭ મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ ૫.૬૫ લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.ઉત્તરપ્રદેશમાં ૧૫,૩૫૩ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૨,૭૬૯ લોકો સાજા થયા અને ૬૭ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૬.૯૨ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, તેમાંથી ૬.૧૧ લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૯,૧૫૨ દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં ૭૧,૨૪૧ દર્દી સારવાર લઈ રહ્યા છે.દિલ્હીમાં ૧૦,૭૭૪ લોકોને કોરોના સંક્રમણ લગાયું હતું. ૫,૧૫૮ લોકો સાજા થયા અને ૪૮ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૭.૨૫ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૬.૭૯ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે૧૧,૨૮૩ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ૩૪,૩૪૧ દર્દી સારવાર લઈ રહ્યા છે.
જયારે છત્તીસગઢમાં ૧૦,૫૨૧ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૮૨ લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં ૪.૪૩ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૩.૪૮ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૮૯૯ દર્દી મૃત્યુ પામ્યા છે. ૯૦,૨૭૭ દર્દી સારવાર લઈ રહ્યા છે. અહીં એક્ટિવ રેટ દેશમાં સંક્રમણની તુલનામાં સૌથી વધુ છે. હાલમાં અહીં ૧૮.૪% એક્ટિવ દર્દીની સારવાર કરવામાં આવે છે.
મધ્યપ્રદેશમાં ૫,૯૩૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૩,૩૦૬ લોકો સાજા થયા અને ૨૪ લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં ૩.૩૮ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૨.૯૮ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૧૮૪ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ૩૫,૩૧૬ દર્દી સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં ૫,૪૬૯ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. ૨,૯૭૬ લોકો સાજા થયા અને ૫૪ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૩.૪૭ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩.૧૫ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૪૮૦૦ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અહીં ૨૭,૫૬૮ દર્દી સારવાર લઈ રહ્યા છે.