૨૪ કલાકમાં ૨૧૨ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭એ પહોંચ્યો
નવીદિલ્હી: દેશમાં કુલ ૪ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૬,૯૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૧૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૬,૪૬,૦૮૧ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૧ લાખ ૫૧ હજાર ૪૬૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૩૪,૬૪૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૯૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૧ લાખ ૫૧ હજાર ૪૬૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં ૩,૩૪,૬૪૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૯૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૪૪,૪૫,૭૭૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૮,૮૦,૬૫૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગત એક સપ્તાહ (૧૫-૨૧ માર્ચ) દરમિયાન દેશભરમાં ૨.૬ લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તેની પહેલાના સપ્તાહમાં ૧.૫૫ લાખ કેસ સામે આવ્યા હતા. એટલે કે ગયા વર્ષથી લઈને અત્યાર સુધી કોરોનાની ઝડપમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ગયા વર્ષે ૨૦-૨૬ જુલાઈની વચ્ચે ૩૪ ટકા નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સમયે એક સપ્તાહથી બીજા સપ્તાહની તુલનામાં ૮૦ હજાર નવા કેસ સામે આવ્યા હતા.