૨૪ કલાકમાં ૨૪,૦૧૦ નવા કેસ નોંધાયા: ૩૫૫ દર્દીના મોત
નવીદિલ્હી, દેશના કોરોના સંક્રમણના રોજેરોજ જાહેર થતાં આંકડા રાહતના સમાચાર લઇને આવી રહ્યાં છે.છેલ્લા થોડા દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિ લોકોની સંખ્યા ૩૦ હજારથી નીચે નોધાઇ છે.આ ઉપરાંત એકિટવ કેસોમાં પણ નોંધપાત્ર ધટાડો જાેવા મળી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૨૪,૦૧૦ નવા કેસ પોઝીટીવ આવ્યા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૩૫૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૯,૫૬,૫૫૭ થઇ ગઇ છે.
દેશમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૯૪ લાખ ૮૯ હજાર ૭૪૦ લોકો સાજા પણ થઇ ચુકયા છે.૨૪ કાકમાં ૩૩,૨૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.હાલમાં ૩,૨૨,૩૬૬ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૪,૪૫૧ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આઇસીએમઆરએ આજે જાહેર કરેલા આંકડા અનુસાર ૧૬ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૭૮,૦૫,૨૪૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે એ યાદ રહે કે બુઘવારના ૨૪ કલાકમાં ૧૧,૫૮,૯૬૦ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૬૦ નવા કેસ નોંધાયા છે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાાદની ચે અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે ત્યારે આજે શહેરમાં ૨૩૦ અને જિલ્લામાં ૯ કેસ નોંધાયા છે.
રાજયમાં વધુ ૧૦ દર્દીઓના મોત થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કોવિડના કારણે કુલ ૨,૩૧,૦૭૩ દર્દીઓ સંક્રમિત થઇ ચુકયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસોનો આંકડો ૫૫૦૦૦ને પાર કરી ગયો છે. અમદાવાદમાં પાંચ,સુરતમાં બે અમરેલીમાં એક રાજકોટમાં એક વડોદરામાં એક મળીને કુલ ૧૦ દર્દીઓના મોત નિપજયા છેે. જયારે રાજયમાં સૌથી વધુ દર્દી અમદાવાદ શહેરમાં ડિસ્ચાર્જ થયા છે.અમદાવાદ શહેરમાંથી ૨૨૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.HS