Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૩૪,૯૭૩ નવા કેસ, ૨૬૦નાં મોત

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણમાં છેલ્લા બે દિવસી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ સતત આઠમા દિવસે ૪૦૦થી નીચે નોંધાયો છે. કેરળમાં સંક્રમણનું જાેર હજુ પણ સૌથી વધુ જાેવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં ૨૬ હજાર લોકો સંક્રમિત થયા છે. તમિલનાડુમાં ૧૬૦૦ અને આંધપ્રદેશમાં ૧૪૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણનો વ્યાપ કાબૂમાં છે. રાજ્યમાં ૨૪ કલાકમાં માત્ર ૧૯ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૪,૯૭૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૬૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૧,૭૪,૯૫૪ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૭૨,૩૭,૮૪,૫૮૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૭,૫૮,૪૯૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૩ લાખ ૪૨ હજાર ૨૯૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૭,૬૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે.

હાલમાં ૩,૯૦,૬૪૬ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૨,૦૦૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૮૬,૦૪,૮૫૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૭,૮૭,૬૧૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૩, સુરતમાં ૩, વડોદરામાં ૪, રાજકોટ, ખેડા, કચ્છમાં ૨-૨, નવસારી, વલસાડ, સાબરકાંઠામાં ૧-૧ સહિત કુલ ૧૯ કેસ નોંધાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.