૨૪ કલાકમાં ૬૬૬ લોકોના કોરોનાનાથી મોત ૧૬,૩૨૬ નવા કેસ
નવીદિલ્હી, ગત ૨૪ કલાકમાં ૬૬૬ લોકોના મોત થયા છે. જાે કે નવા કેસોનો આંકડો ઓછો થયો છે. ગત એક દિવસમાં ૧૬,૩૨૬ નવા કેસ આવ્યા છે. જ્યારે ૧૭,૬૭૭ લોકો સાજા થયા છે. જાે કે મોતે ચિંતા વધારી છે.
રિકવરી રેટની વાત કરીએ તો હવે આ આંકડો ૯૮.૧૬ ટકા થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો હવે આ આંકડો ૧,૭૩, ૭૨૮ રહી ગઈ છે. ગત ૨૩૩ દિવસમાં એટલે કે ૮ મહિનામાં સૌથી ઔછી સંખ્યા છે. આની સાથે વીકલી પોઝિટિવિટી રેટમાં તેજીથી ઘટાડો થયો છે. હવે ૧.૨૪ ટકા થઈ ગયો છે. આ આંકડો ગત એક મહિનાથી ૨ ટકાથી પણ ઓછો બનેલો છે.
ડેલી પોઝિટિવીટી રેટમાં તેજીથી ઘટાડો આવ્યો છે. આ આંકડો હવે ૧.૨૦ ટકા છે. શુક્રવારે દેશમાં ૧ અરબથી વધારે લોકોને રસી લાગ્યાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું.
સેલિબ્રેશનના નેક્સ ડે મોતનો આંકડો અચાનક વધી જતા ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન દરમિયાન મોતના આંકડાએ ચિંતા વધારી છે. દેશભરમાં ૧ અરબથી વધારે કોરોનાની રસી લાગી ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધિત પણ કર્યો.
દેશમાં કોરોનાથી હવે મરનારાની કુલ સંખ્યા ઝડપથી વધીને ૪, ૫૩, ૭૦૮ થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે સતત ૨૯માં દિવસે એવું થયું છે જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા ૩૦, ૦૦૦થી ઓછી છે. જ્યારે ૧૧૮ મો દિવસ છે. જ્યારે નવા મામલા ૫૦,૦૦૦થી ઓછા છે.
આ દરમિયાન રસીકરણની સ્પીડ પણ બનેલી છે. ગત એક દિવસમાં ૬૮ લાખથી વધારે કોરોનાની રસી લગાવાઈ છે. આ રીતે કુલ રસીકરણનો આંકડો દેશમાં ૧ અરબ ૧ કરોડને પાર પહોંચી ગયો છે.HS