૨૪ પોલ્ટ્રી ફાર્મમાં ૫.૧૦ લાખ પક્ષી અને ૧૯ લાખ ઇંડાંનો જેસીબી મશીન દ્વારા નાશ કરાયો
મુંબઇ: જરાતની સીમાએ આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં ચાર ઇન્ફેક્ટેડ પોલ્ટ્રીફાર્મમાં સૌથી પહેલા ડાયમંડ ફેક્ટરીમાં યુદ્ધના ધોરણે મરઘીઓને નાશ કરવાની કામગીરી ચાલુ કરાઇ હતી. નવાપુરના મરઘાના ૪ પોલ્ટ્રીફાર્મમાં બર્ડફ્લૂના પોઝિટિવ અહેવાલોને કારણે ૧૫ વર્ષ બાદ નંદુરબાર જિલ્લામાં બર્ડફ્લૂએ ઘૂસણખોરી કરી છે.
નવાપુર તાલુકાના ૪ પોલ્ટ્રી ફાર્મના મરઘાના કિંલિગ કરવાની કામગીરી ચાલુ છે. ડાયમંડ પોલ્ટ્રીફાર્મના ૬ શેડમાંથી ૨ શેડમાં બપોર સુધી ૨૧ હજાર મરઘી નષ્ટ કરવામા આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેકટરે અહીં બર્ડફ્લૂના ઉપદ્રવના સમાચારની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્રે ૪ મરઘાફાર્મમાં લગભગ ૪ લાખ મરઘીનો નાશ કરીને શરૂઆત કરી છે. ખેતરની આજુબાજુમાં આવેલા અન્ય ૧૨ મરઘાફાર્મની આશરે ૪ લાખ મરઘીને પણ જાેખમમાં મુકાયેલા વિસ્તારમાં સમાવવામાં આવી છે. નવાપુર તાલુકામાં ૨૮ મરઘાફાર્મમાં ૯.૫૦ લાખ જેટલા મરઘા છે.
દેશી મરઘાં, ચિકન, બતક સહિતનાં પક્ષીઓની સાથે નવાપુરમાં બર્ડફ્લૂના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં રાખીને અને ગ્રામજનો ઘરેલુ તથા જીવંત મરઘીઓ, કબૂતરો, બતક, અન્ય પક્ષીઓ તરત જ સરકારી વાહનમાં, ટ્રેક્ટરમાં જમા કરવાની તંત્રએ સૂચના આપી છે. પક્ષીઓ એકત્રિત કરતી વખતે ગ્રામજનોએ ખેડૂતોને તેમની સાથે તેમની બેંક પાસબુક, આધારકાર્ડ લાવવા જણાવ્યું છે. વહીવટી તંત્રે બર્ડફ્લૂને પગલે નવાપુર શહેરમાં ચિકન- ઇંડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવા છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
દેશી મરઘા, ચિકન, બતક સહિતનાં પક્ષીઓની સાથે નવાપુરમાં બર્ડફ્લૂના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં રાખીને અને ગ્રામજનો ઘરેલુ અને જીવંત મરઘીઓ, કબૂતરો, બતક, અન્ય પક્ષીઓ તરત જ સરકારી વાહનમાં, ટ્રેક્ટરમાં જમા કરવાની તંત્રએ સૂચના આપી છે.