૨૫મીથી ચાર દિવસ બેંકો બંધ રહેશે
નવી દિલ્હી, આગામી બે સપ્તાહ સુધી બેંક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેનાર છે જેથી બેંક સાથે જાડાયેલી કામગીરીને પૂર્ણ કરી લેવામાં આવે તે જરૂરી છે. બેંકોના મેગા મર્જરની સામે બેંક યુનિયનો હડતાળ તથા તહેવારના કારણે બેંકો બંધ રહેનાર છે. બેંક બંધ રહેવાના લીધે એટીએમમાં રોકડ રકમની સમસ્યા ઉભી થઇ શકે છે જેથી પહેલાથી જ રૂરી પૈસા લઇને હાથમાં રાખવામાં આવે તે ખુબ જરૂરી છે.
તારીખ રજાનું કારણ –૨૫મી માર્ચ,બુધવાર ગુડીપડવા, તેલુગુ ન્યુયર, ૨૭મી માર્ચ, શુક્રવાર બેંક હડતાળ, ૨૮મી માર્ચ, ચોથો શનિવાર, ૨૯મી માર્ચ, રવિવાર
બેંક મર્જરના વિરોધમાં હડતાળ પાડવાની તૈયારી ચાલી રહી છે. ૧૦ બેંકોના મર્જર કરીને ચાર મોટી બેંકો બનાવવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આના વિરોધમાં ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન તથા ઓલ ઇÂન્ડયા બેંક ઓફિસર્સ એસોસિએશન દ્વારા ૨૭મી માર્ચના દિવસે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
આગામી સપ્તાહમાં ચાર દિવસ સુધી બેંકો બંધ રહેનાર છે. ૨૮મી માર્ચના દિવસે ચોથા શનિવારે રજા રહેશે. ૨૯મી માર્ચના દિવસે રવિવારના દિવસે બેંકો બંધ રહેશે. ગુડીપડવા, બેંક હડતાળ, ચોથા શનિવાર અને રવિવાર એમ ૨૫થી લઇને ૨૯ સુધી બેંકોની રજા પડશે. આગામી સપ્તાહમાં સોમવાર અને મંગળવારના દિવસે બેંકો ખુલી રહેશે.
પરંતુ ૨૫મી માર્ચે ગુડીપડવા, તેલુગુ ન્યુયર ડેના લીધે જુદા જુદા શહેરોમાં બેંક બંધ રહેશે. બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ તથા નાગપુર જેવા શહેરોમાં બેંકો ૨૫મી માર્ચના દિવસે બંધ રહેશે. ગુરુવારના દિવસે એટલે કે ૨૬મી માર્ચના દિવસે બેંકોમાં નિયમિતરીતે કામકાજ થશે પરંતુ શુક્રવારના દિવસે બેંક હડતાળના લીધે બેંકોનું કામકાજ ખોરવાશે. શનિવાર અને રવિવારના દિવસે બેંકોમાં રજા રહેનાર છે.
બેંકિંગ પ્રક્રિયાને લઇને હાલ જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે. મર્જરને લઇને પણ બેંક કર્મચારીઓ નાખુશ દેખાઈ રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકાર ૧૦ બેંકોને ચાર મોટી બેંકોમાં ફેરવી નાંખવાના નિર્ણય સાથે આગળ વધી રહી છે જેના લીધે કર્મચારીઓ હડતાળના મૂડમાં આવી ગયા છે. બેંક યુનિયનો દ્વારા હડતાળ પાડવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, ઓલ ઇÂન્ડયા બેંક ઓફિસર્સ એસોસિએશન સાથે જાડાયેલી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડનાર છે. હડતાળનો અંત લાવવા માટે વાતચીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. અગાઉ પણ કર્મચારીઓ સાથે તથા યુનિયનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત થઇ છે પરંતુ કોઇ સાનુકુળ ઉકેલ આવી શક્યો નથી જેના પરિણામ સ્વરુપે આવતીકાલે ફરી વાતચીતની પ્રક્રિયા જારી રહેશે. જા કે, આગામી સપ્તાહમાં ચાર દવસ બેંકો તહેવાર અને હડતાળના લીધે બંધ રહેશે.