Western Times News

Gujarati News

૨૫ મેથી ૪ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે: અંબાલાલ પટેલની આગાહી

પ્રતિકાત્મક

અમદાવાદ, કાળઝાળ ગરમીથી આખુ ગુજરાત શેકાઈ રહ્યુ છે. ત્યારે આ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાતાવરણ બદલાવા જઈ રહ્યુ છે. અસાની વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેને કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં ઓફિશિયલી વરસાદ ક્યારથી આવશે તેની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી ૯ મે થી ગુજરાતનું હવામાન પલટાશે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે. સાથે જ તેમણે કહ્યુ કે, ૨૫ મેથી ૪ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે.

૧૫ જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે. તો ૧૮ મેથી ૬ જૂન સુધીમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં અસાની વાવાઝોડાએ દેશમા દસ્તક આપી છે. વાવાઝોડું અસાની વધુ ખતરનાક બની રહ્યું છે. અસાની વાવાઝોડાની અસરના કારણે બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ સાયક્લોન અસાનીએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. અસાની વાવાઝોડાની અસર સૌથી વધુ નિકોબારથી લગભગ ૬૧૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ કિલોમીટર પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી ૮૧૦ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ અને પુરીથી ૮૮૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં જાેવા મળશે.

અસાની વાવાઝોડાની અસરથી ૯૦ થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. ઓરિસ્સાના ચાર પોર્ટ ડેન્જર જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ વાવાઝોડાના ખતરાને જાેતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના તમામ કાર્યર્ક્મ રદ્દ કર્યા છે. વાવાઝોડાની ઓરિસ્સાની સાથે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમા જાેવા મળી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.