૨૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરો
મુંબઈ: ભારતમાં ફરી એક વખત કોરોના ઘણો ઝડપથી વધી રહ્યો છે અને હવે તો એક દિવસમાં એક લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તો, ૪૫ વર્ષથી વધુ ઉંમરનાને કોરોના વેક્સીન પણ આપવામાં આવી રહી છે. આ દરમિયાન બોલિવુડ એક્ટર સોનુ સૂદે ૨૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાની સરકારને અપીલ કરી છે.
સોનુ સૂદે પોતાના ટિ્વટર હેન્ડલ પર લખ્યું કે, ‘હું અપીલ કરું છું કે ૨૫ વર્ષ અને તેનાથી ઉપરનાને પણ વેક્સીન આપવામાં આવે. જે રીતે કેસો વધી રહ્યા છે અને ત્યાં સુધી કે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, સમય આવી ગયો છે કે હવે આપણે ૨૫ વર્ષથી ઉપરને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી દઈએ. યુવાનોમાં વધુ કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,
અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રોહિત શેટ્ટી, મલાઈકા અરોડા, સોનુ સૂદ, અનુરાગ કશ્યમ, શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, રાકેશ રોશન, અલકા યાજ્ઞિક, સતીશ શાહ, હેમા માલિની, જાેની લીવર, પરેશ રાવલ, જિતેન્દ્ર, કમલ હાસન, મોહન લાલ, નાગાર્જૂન, શિલ્પા શિરોડકર સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ વેક્સીન લઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે, સોનુ સૂદે બુધવારે પંજાબના અમૃતસરની હોસ્પિટલમાં કોરોના વેક્સીન લીધી હતી. સોનુએ ટિ્વટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘મને આજે કોરોના વેક્સીન લાગી ગઈ છે. હવે મારો દેશ વેક્સીન લેશે. આજથી અમે સંજીવની નામથી સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન લોકોમાં જાગૃતિ ફેલાવશે અને તેમને વેક્સીન લેવા માટે પ્રેરિત કરશે.