Western Times News

Gujarati News

૨૬મી મેના રોજ ૨૦૨૧ના વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે

વૈશાખ પુનમાના દિવસે લાગનારું આ ચંદ્ર ગ્રહણ ભારતના કેટલાક ભાગમાં આંશિક રીતે જાેવા મળી શકશે

નવી દિલ્હી: જ્યોતિષની દ્રષ્ટિએ સૌથી મહત્વનું ગણાતું વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ વખતે ૨૬મી મેના રોજ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ગ્રહણ ભારતના કેટલાક ભાગમાં આંશિક રીતે જાેઈ શકાશે. આ ગ્રહણ વૈશાખ પૂનમના દિવસે લાગશે. આ ગ્રહણ મુખ્ય રીતે ઉત્તર-પૂર્વ રાજ્ય સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં જાેવા મળશે. જે જગ્યાએ આ ગ્રહણ જાેવા મળશે ત્યાં તેનું સૂતક અને અસર રહેશે. ચંદ્રગ્રહણની રાશિઓ પર કેવી અસર થશે તે જાણી લો.

મેષ રાશિના જાતકોના જીવનમાં ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ હોઈ શકે છે. મંગળના સ્વામિત્વવાળી આ રાશિના લોકોને આ સમયે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. આ સમયે તેમની સાથે દુર્ઘટના થવાની શક્યતા છે. તેથી, જાે જરૂરી ન હોય તો ગ્રહણ દરમિયાન ઘર બહાર ન જાઓ અને ભગવાનનું નામ જપો. આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો સૌથી વધારે લાભદાયી રહેશે. કર્ક રાશિના લોકો પર ચંદ્રગ્રહણ અશુભ પ્રભાવ પાડશે.

તેના દુષ્પ્રભાવના કારણે તમને બ્લડ સાથે જાેડાયેલી બીમારી, પેટ સાથે જાેડાયેલી બીમારી અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જાેઈએ. ગ્રહણના સમયે તમારે શિવજીના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જાેઈએ. આમ કરવાથી તમારા પર ગ્રહણની ઓછી ખરાબ અસર પડશે. સિંહ રાશિના લોકોને ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે પોતાના માતા-પિતાના સ્વાસ્થ્યનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જાેઈએ. આ દરમિયાન તમારા પર કામનો બોજ પડશે.

તમારે તમારા જરૂરી કામ માટે અડચણનો સામનો પણ કરવો પડી શકે છે. અત્યારે તમારે કોઈ પણ પ્રકારના રોકાણ કરવાથી બચવાની જરૂર છે. કોઈ ચર્ચામાં પડવાથી પણ બચો. ગ્રહણ સમયે તમારે ઈષ્ટ મંત્રનો જાપ કરવો જાેઈએ. શુક્રના સ્વામિત્વવાળી રાશિ માટે ચંદ્રમા અશુભ પ્રભાવ લઈને આવી શકે છે. ચંદ્ર ગ્રહણના દુષ્પ્રભાવના કારણે તમારા ક્રોધમાં વધારો થશે અને ક્યાંક બનેલી વાત બગડી શકે છે.

તમારે આ સમયે પોતાના પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો કોઈની સાથેનો વિવાદ વધી જશે. અચાનક તમારા ખર્ચમાં વધારો થશે. ગ્રહણના સમયે લક્ષ્મી મંત્રનો જાપ કરવો સૌથી વધારે શુભ છે. કુંભ રાશિના લોકો પર ચંદ્રગ્રહણની સૌથી ખરાબ અસર પડી શકે છે. આ સમયે તમારું નામ ખરાબ થઈ શકે છે અને ક્યાંક તમારે અપયશનો પણ સામનો કરવો પડી શકે છે.

કોઈ કારણથી તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા સાથે જાેડાયેલા લોકોની વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજણ વધી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. ચંદ્રગ્રણ સમયે મનમાં શનિદેવનું નામ લેવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.