૨૬ જાન્યુઆરીએ આતંકવાદીઓ પીએમ મોદીને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે

નવીદિલ્હી, ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોના જીવ જાેખમમાં હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર ગુપ્તચર માહિતીના નવ પાનાને પીએમ મોદી અને ભારતના ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપનાર હસ્તીઓ માટે ખતરો ગણાવ્યો છે.
પાંચ મધ્ય એશિયાઈ દેશો- કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ખતરો પાકિસ્તાન/અફઘાનિસ્તાન-પાકિસ્તાન બહાર સ્થિત જૂથો તરફથી છે.
રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવાનો, સાર્વજનિક મેળાવડા, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોમાં અશાંતિ ફેલાવવાનો છે. ડ્રોનથી પણ હુમલો કરવાનો પ્રયાસ થઈ શકે છે. ઈનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા,ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો છે.
ઈનપુટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની જૂથો પણ પંજાબમાં આતંક ફેલાવવા માટે કેડર્સને એકત્ર કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ લક્ષિત હુમલાની યોજના બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં મળેલા ઈનપુટ્સ અનુસાર ખાલિસ્તાની આતંકવાદી જૂથો પ્રવાસન સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
દરમિયાન પાકિસ્તાન ડ્રગ્સ તસ્કરોની મદદથી ભારતમાં આઇઇડી મોકલી રહ્યું છે. જેના માટે પાકિસ્તાન સમુદ્રી અને જમીન માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે.
બીજી તરફ ગાઝીપુર મંડીમાં મળી આવેલા બોમ્બને પ્લાંટ કરવાની જવાબદારી એક આતંકી સંગઠને લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે.દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડળી વિસ્તારમાંથી જે બોમ્બ મળ્યો છે તેને પ્લાન્ટ કરવાની જવાબદારી આતંકી સંગઠન મુજાહિદ્દીને લીધી હતી. અલકાયદા સાથે જાેડાયેલા આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવાત હિન્દે લીધી હતી.
આ આતંકી સંગઠને ટેલિગ્રામની મદદથી એક લેટર જાહેર કર્યો હતો. આ લેટરમાં લખ્યું છે કે અમારા જ મુજાહિદ ભાઇઓએ ૧૪મી જાન્યુઆરીએ ધમાકા માટે દિલ્હીના ગાઝીપુરમાં આઇઇડી પ્લાન્ટ કર્યો હતો. જે કોઇ ટેક્નીકલ કારણોસર ફૂટયો નહીં,
જાેકે હવે જ્યારે બોમ્બ ફીટ કરીશું ત્યારે આવુ નહીં થાય. આગળ ધમકી આપતા કહ્યું છે કે અમે વધુ તૈયારી સાથે ધમાકો કરીશું. જેની ગૂંજ પુરા ભારતમાં સાંભળવા મળશે. અમે અમારૂ બેઝ ભારતના રાજ્યમાં બનાવી લીધુ છે. અમે ભારતની સામે વધુ તાકાત સાથે લડીશું અને શરીયાનું રાજ્ય બનાવીશું.HS