૨૬ જાન્યુઆરીએ શાહરૂખ ખાન મોટા સમાચાર આપશે
મુંબઈ, બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પાસે લાંબા સમયથી કોઈ ફિલ્મ નથી. આવી સ્થિતિમાં, તેના ફેન્સ તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શાહરૂખ ટૂંક સમયમાં આગામી ફિલ્મ પઠાણ દ્વારા ચાહકોમાં હાહાકાર ફેલાવવા માટે તૈયાર છે. પરંતુ, કોરોનાના કારણે આ ફિલ્મ સતત પ્રભાવિત થઈ રહી છે.
હવે સમાચાર છે કે તે તેના ફેન્સને વધુ એક ભેટ આપી શકે છે. શાહરૂખ ખાન ૨૬ જાન્યુઆરીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે. શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટની જાહેરાત વિશે સમાચાર છે કે ૨૬ જાન્યુઆરીએ અભિનેતા તેની આગામી ફિલ્મની જાહેરાત કરશે. જેનું નિર્દેશન સાઉથના દિગ્દર્શક એટલી કરશે. સમાચાર અનુસાર, મેકર્સ આ ૨૬ જાન્યુઆરીએ બોલિવૂડના બાદશાહની આગામી ફિલ્મની જાહેરાત કરી શકે છે.
જાે કે અત્યાર સુધી આ અંગે બોલિવૂડના કિંગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારથી સમાચાર આવ્યા છે કે કિંગ ખાન ટૂંક સમયમાં નવી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યો છે, ત્યારે ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જાેઈ રહ્યા છે.
બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર સાઉથ ડાયરેક્ટર એટલીએ અખિલ ભારતીય ડ્રામા માટે શાહરૂખ ખાન સાથે સહયોગ કર્યો છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં ઝીરો હતી, જેમાં તે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જાેવા મળ્યો હતો. આ દિવસોમાં શાહરૂખ ખાને સોશિયલ મીડિયા અને પબ્લિક ગેધરિંગથી અંતર બનાવી રાખ્યું છે. જાેકે, તે થોડા દિવસો પહેલા જ પઠાણના સેટ પર જાેવા મળ્યો હતો.SSS