૨૬ નવેમ્બર પછી ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવામાં આવશે : ટિકૈત
નવીદિલ્હી, કૃષિ કાયદાને લઈને કિસાન સંગઠન દ્વારા છેલ્લા એક વર્ષથી સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર તંબુઓમાં રહી રહ્યા છે. આ આંદોલનને અત્યાર સુધીનું સૌથી લાંબુ ખેડૂત આંદોલન માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલનને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે.
રાકેશ ટિકૈતે એવું કહ્યું છે કે જ્યા સુધી ખેડૂત આંદોલન ત્યા સુધી યથાવત રહેશે જ્યા સુધી મોદી સરકાર તેમની સમસ્યાનું સમાધાન નથી લાવતી. વધુમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર પાસે ૨૬ નવેમ્બર સુધીનો સમય છે. ત્યારબાદ ૨૭ નવેમ્બરે ખેડૂતો દિલ્હીની ચારેય તરફ આંદોલન સ્થળ વાળી સરહદો પર ટ્રેકટર લઈને પહોચશે સાથેજ આંદોલન સ્થળ પર તંબુઓ બાંધીને રહેશે.
ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાં આવેલ જાેઈ મેદાનમાં કિસા મહાપંચાયત યોજાઈ હતી. જેમા રાકૈશ ટીકૈતે અમેરિકાના ખેડૂતોની વાત કરી હતી. સાથેજ ખેડૂતોને સમજાવ્યા કે કેવી રીતે તેમણે તેમના ર્નિણય પર અડગ રહેવું પડશે. ઉપરાંત તેમણે આજે ખેડૂતોને એવું પણ કહ્યું હતું કે આ લડાઈ ઘણી લાંબી ચાલવાની છે.
ઉલ્લેખનીય છે કે રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે સરકાર પાસે ૨૬ નવેમ્બર સુધીનો ટાઈમ છે. જાે સરકાર તેમની વાત માનશે તો ઠીક નહીતો તેમના જે કાચા તંબુઓ બાંધેલા છે તેને તે વધારા મજબૂત કરશે. સાથેજ ખેડૂતોએ એવું પણ કહ્યું કે આ વર્ષે તેઓ દિવાળી પણ દિલ્હીની સરહદો પર મનાવશે.HS