૨૬ મેના રોજ વર્ષ ૨૦૨૧નું પહેલું ચંદ્ર ગ્રહણ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/The-first-lunar.jpg)
Files Photo
પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે જેેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે
નવી દિલ્હી: ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે છે, અને તેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે. આ માત્ર પૂનમના દિવસે જ થયા છે. જ્યારે ચંદ્ર પૂર્ણ થયા છે. ખગોળીય ઘટના ઉપરંત જ્યોતિષમાં પણ ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અને જ્યોતિષની ગણતરી મુજબ વર્ષ ૨૦૨૧નું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે બુધવારે ૨૬ મે ના રોજ થવાનું છે.
આ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. ૨૬ મી મેના ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ દિવસના ૨.૧૭ વાગ્યે અને ગ્રહણ સાંજે ૭.૧૯ વાગ્યે થશે. ભારતના સમય મુજબ, આ ચંદ્રગ્રહણ દિવસ દરમિયાન થશે તેથી તે ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ આખા ભારતમાં જાેવા મળશે નહીં, તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. સુતક માન્ય ન હોવાથી મંદિરના દરવાજા બંધ રહેશે નહીં
શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે નહીં. ૨૬ મી મેના રોજ ચંદ્રગ્રહણ જાપાન, સિંગાપોર, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, બર્મા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ફિલિપાઇન્સ, પેસિફિક અને હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યુરોપના કેટલાક વિસ્તારોમાં જાેવા મળશે. પરંતુ ભારતમાં આ ગ્રહણ છાયા જેવું દેખાશે. હિન્દુ કેલેન્ડર મુજબ ૨૬ મેના રોજ થનાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં રહેશે. આને કારણે, આ ગ્રહણની સૌથી વધુ અસર આ રાશિના લોકો પર પડશે. વૃશ્ચિક રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે. મેષ, કર્ક, કન્યા અને મકર રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ અત્યંત શુભ રહેશે અને તેમની સંપત્તિમાં વધારો થશે.