Western Times News

Gujarati News

૨૬ વર્ષની ડાની તેના પાર્ટનર સાથે ડોગીની જેમ જ રહે છે

એરિઝોન: પ્રેમના અનેક રૂપ તમે જાેયા હશે. પ્રેમમાં અમુક લોકો હદ પાર કરી જતા હોય છે. અમુક લોકો પ્રેમની મિશાલ બનતા હોય છે. પરંતુ અમુક લોકો અજીબ પ્રેમ માટે પણ પ્રસિદ્ધ થઈ જતા હોય છે. આજકાલ એરિઝોનાના ટક્સનમાં રહેતી ૨૬ વર્ષની ડાની અને તેનો ૩૧ વર્ષના પાર્ટનર જેકના રોમાન્સની ખૂબ ચર્ચા છે. આ યુગલ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે લોકો તેમને જાેતા થાકતા નથી. હકીકતમાં ડાનીને એક શ્વાનની જેમ રહેવું પસંદ છે.

એટલે જેકની પાર્ટનર ૨૪ કલાક ચાર પગે ચાલે છે. તેના ગળામાં પટ્ટો બાંધેલો હોય છે. જેક જ્યારે બહાર નીકળે છે ત્યારે ડાનીને ચેન બાંધીને લઈ જાય છે. ડાની શ્વાનની જેમ ભસે પણ છે. આ ઉપરાત ડોગની જેમન ઉછળકૂદ કરીને તેના પાર્ટનર સામે ગમ્મત કરે છે. ડાની તેના પાર્ટનર જેક સાથે ૨૪ કલાક શ્વાનની જેમ જ રહે છે. તેણી ચાર પગે ચાલે છે અને શ્વાનની જેમ ભસે છે. તેણી શ્વાનની જેમ જ ઉછળકૂદ કરે છે અને આવી જ રીતે ઘરમાં પણ રહે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જેક તેની પાર્ટનરને ગળામાં પટ્ટો બાંધીને બહાર ફરવા માટે લઈ જાય છે. બહાર પણ ડાની ચાર પગે જ ચાલે છે. ડાની શ્વાનની જેમ રહેવાનું પસંદ કરે છે.

તેણી હંમેશા ગળામાં પટ્ટો બાંધીને રહે છે. જેવી રીતે અન્ય છોકરીઓને કપડાં અને અન્ય વસ્તુઓનો શોખ હોય છે તેવી રીતે ડાનીને રંગબેરંગી પટ્ટાનો શોખ છે. જેક આ પટ્ટાથી બાંધીને ડાનીને બહાર ફરવા માટે લઈ જાય છે. આ યુગલે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. જેમાં ડાનીને જમવાનું આપવાની સાથે સાથે શ્વાનની જેમ રાખવાની તસવીરો અને વીડિયો જાેવા મળે છે. જાેકે, આ યુગલને લોકોના ગુસ્સા અને નકારાત્મક ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો બંને અંગે અલગ અલગ ટિપ્પણી કરે છે. જાેકે, બંનેને આનાથી કોઈ ફરક નથી પડતો. જેક કહે છે કે ડાનીને આ રીતે રહેવું અને રોમાન્સ કરવો પસંદ છે. પાર્ટનર હોવાને નાતે તેની ફરજ છે કે તે તેના શોખ પૂરા કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.