૨૭,૦૦૦ કરોડની એન્ટી એરક્રાફ્ટ ડિલ વિવાદોમાં
નવીદિલ્હી : એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ ડીલ જે ૨૭૦૦૦ કરોડ રૂપિયાની છે તે વિવાદોના ઘેરામાં આવી ગઇ છે. ભારતીય સેના માટે ખભા પર મુકીને ચલાવવામાં આવતા એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો ખરીદવા માટે મોટી ડિલ કરવામાં આવી છે પરંતુ તેને લઇને પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. સ્પર્ધકોનો આક્ષેપ છે કે, આ બિલ માટે જરૂરી ટેકનિક શરતોને પૂર્ણ કરવામાં આવી નહીં હોવા છતાં એક રશિયન સિસ્ટમને આના માટે યોગ્ય ગણવામાં આવી રહી છે.
એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે ટ્રાયલ દરમિયાન આ સિસ્ટમ પોતાની ક્ષમતા સાબિત કરવામાં સફળ રહી નથી. ૨૭૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી વેરીસોલ્ટ રેંજ એરડિફેન્સ મિસાઇલો ખરીદવાની આ યોજનાને ૨૦૧૦માં યુપીએ સરકારના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી ત્યારબાદથી આ ડિલમાં અનેક ઉતારચઢાવ આવ્યા હતા. જેના લીધે ફ્રાન્સિની, સ્વિડિશ અને રશિયન કંપનીઓ વચ્ચે દાવેદારી વધી ગઈ હતી. ત્યારબાદથી આને લઇને શ્રેણીબદ્ધ પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે.
પાંચ વર્ષના ટ્રાયલના ગાળા બાદ સેનાએ જાન્યુઆરી મહિનામાં આઈજીએલએ એસ સિસ્ટમને યોગ્ય ગણાવી હતી ત્યારબાદ સ્પર્ધકોએ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે, આ સિસ્ટમ જરૂરી શરતોને પાળી રહી નથી અને સિસ્ટમને યોગ્યરીતે ગણાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારની મિસાઇલોને ખરીદવાની પ્રક્રિયા વર્ષ ૧૯૯૯માં શરૂ થઇ હતી જ્યારે પ્રથમ વખત રશિયન આઈજીએલએએમ સિસ્ટમને બદલવા માટે ફાઇલ આગળ વધારવામાં આવી હતી. આઈજીએલએએમ સિસ્ટમને ભારતીય સેના ૧૯૮૦થી ઉપયોગમાં લઇ રહી છે.