રાજ્યમાં કોરોનાના નવા ૫૦ કેસ નોંધાયા
અમદાવાદ, રાજ્યમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહેલો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે ૨જી જૂને કોરોના વાયરસના નવા ૫૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસમાંથી અડધા જેટલા એટલે કે ૨૭ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. ગઈકાલે ૧ જૂને રાજ્યના ૪૫ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૩૪ કેસ અમદાવાદના હતા.
રાજ્યમાં આજે વડોદરા શહેરમાં ૭, ગાંધીનગર, જામનગર શહેર , સાબરકાંઠા ,સુરત શહેર અને વલસાડમાં ૨-૨ કેસ નોંધાયા છે. તો ભાવનગર શહેર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, નવસારી અને રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો ૧-૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે કુલ ૨૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫૪ છે.ss3kp