૨૭ જંતુનાશકો ઉપર સંભવિત પ્રતિબંધથી કપાસના પાકને જાેખમ
(એજન્સી) નવી દિલ્હી, કૃષિ મંત્રાલય દ્વારા ૨૭ જેનેરિક એગ્રો-કેમિકલ્સ (કૃષિ-રસાયણો) પર સૂચિત પ્રતિબંધ દેશમાં છોડનું રક્ષણ કરતા રસાયણોની ઉપલબ્ધતા પર માઠી અસર કરશે, કારણ કે આ જંતુનાશક અને રસાયણો દેશના કુલ કૃષિ રસાયણના વપરાશમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતા મોલીક્યુલર્સ છે, એવું કૃષિ ખરીદ અને વિતરણ સાથે જાેડાયેલા અગ્રણીઓનું માનવું છે.
સૌથી મોટી ચિંતા ગુજરાતના કપાસના ખેડૂતો માટે છે. કેન્દ્ર સરકાર જે કેમિકલ્સ ઉપર પ્રતિબંધ મુકવા જઇ રહી છે તેમાં પેન્ડિમિથેલિનનો સમાવેશ થાય છે. અત્યારે વિશ્વમાં આ દવાનો કોઈ વિકલ્પ નથી.
કપાસના પાકને સંભવિત રીતે કોઈ જંતુના આક્રમણથી બચવવા માટેનીકૃષિ વિશ્વવિદ્યાલયોએ કરી છે. જાેકે સરકાર હવે ભારતમાં પેન્ડિમિથેલિનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે, પણ હજુ પણ આ રસાયણ વપરાશમાં છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો, જાપાન, કોલંબિયા, ચીનમાં એનો બહોળો ઉપયોગ થાય છે.
કપાસના પાક માટે મોટા ભાગના જંતુનાશકો પર સૂચિત પ્રતિબંધથી એકરદીઠ વાવેતરના કાચા માલના ખર્ચમાં બમણો વધારો થઈ શકે છે. જ્યારે અહમદનગરના રાહુરીમાં મહાત્મા ફૂલે કાશી વિદ્યાપીઠે ભલાણણ કરેલા પ્રેક્ટિસના પેકેજ મુજબ હાલના જંતુનાશક (એસિફેટ)નો છંટકાવ એક વાર કરવાનો કુલ ખર્ચ એકરદીઠ રૂ. ૪૫૦ આવે છે,
ત્યારે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સૂચિત વૈકલ્પિક ઉત્પાદનોના છંટકાવનો ખર્ચ વધીને એકદીઠ રૂ. ૯૫૦ આવશે, જેનાથી આંતરિક ચીજવસ્તુઓ માટેનો ખર્ચ લગભગ બમણો થઈ જશે. સારાં વર્ષોમાં દરેક પાક પર ત્રણ વાર છંટકાવની જરૂર પડે છે. સૂચિત વિકલ્પો કપાસના પાકનું સંપૂર્ણ અર્થતંત્ર ખોરવી નાંખશે.
સૂચિત પ્રતિબંધિત રસાયણોની યાદીમાં સામેલ તમામ ૨૭ ઉત્પાદનો ખર્ચ ધરાવતા જેનેરિક જંતુનાશકો હોવાથી અને ઘણા દાયકાથી સતત વપરાશ થતા હોવાથી સંપૂર્ણ પાકનું અર્થતંત્ર તેમના ઓછા ખર્ચ અને પુષ્કળ ઉપલબ્ધતા પર આધારિત છે. મોટા ભાગના પાકો માટે આ ઉત્પાદનો ૫૦ ટકા બજારહિસ્સો ધરાવે છે.
બટાટા જેવા પાકોમાં આ પ્રકારના જેનેરિક જંતુનાશકોનો ઉપયોગ પણ ૭૦ ટકા જેટલો વધારે છે. આ ઉત્પાદનો કેટલાક દાયકાઓની તેમની પુરવાર થયેલી અસરકારકતા અને ઓછા ખર્ચને કારણે બજારમાં લોકપ્રિય છે, કારણ કે આ તમામ મોલીક્યુલ્સના પેટન્ટનો ગાળો પૂર્ણ થઈ ગયો છે અને હવે જેનેરિક બ્રાન્ડ તરીકે ઉપલબ્ધ છે.
મધ્યપ્રદેશમાં ખેડૂતોની ખાતર માટે મોટી કતાર ધરાવતી મીડિયાની તસવીરો તાજી છે. પાકની ગત સિઝનમાં જ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મરચાના ખેડૂતોને ચિલિ થ્રિપ્સ (મરચામાં થતી જીવાતનો ઉપદ્રવ)ને કારણે રૂ. ૪૦૦ કરોડનું નુકસાન થયું હતું.
થોડા વર્ષ અગાઉ સરકારે થ્રિપ્સ સામે પુરવાર થયેલી અસરકારકતા ધરાવતા પ્રમાણભૂત વર્કહાઉસ મોલીક્યુલ કે દવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને અત્યારે ખેડૂતો પાસે આ જીવાતના ઉપદ્રવથી પાકને બચાવવાનો કોઈ વિકલ્પ નથી. કોઈ પણ પ્રકારનો વિકલ્પ પૂરો પાડ્યાં વિના કૃષિ-રસાયણોની ઉપલબ્ધતા એકાએક બંધ કરવાનો ર્નિણય ખેડૂતો માટે આફતકારક પુરવાર થાય છે.
ગુજરાતના ખેડૂતો માટે આ બાબત ગંભીર છે, કારણ કે કપાસના પાકમાં મહત્વપૂર્ણ ઘટાડો ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને પાટા પરથી ઉતારી દેશે અને સાથે સાથે નિકાસમાં મોટો ઘટાડો કરશે.
ભારતમાં જીડીપીમાં કૃષિનો હિસ્સો ૧૮ ટકા છે અને ચીજવસ્તુઓની નિકાસનો હિસ્સો ૧૪ ટકા છે. આ વેપારમાં પુરાંત ધરાવતું ક્ષેત્ર છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પાકના વાવેતર વિસ્તાર અને સરેરાશ ઉપજને આધારે કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોની ભારતની નિકાસ અંદાજે રેકોર્ડ ૪૯થી ૫૦ અબજ રહેવાનો અંદાજ છે. સરકારની આકારણી છે કે, ભારતની કૃષિ નિકાસ આગામી ત્રણથી ચાર વર્ષમાં ૧૦૦ અબજ ડોલરને સરળતાથી આંબી શકે છે.