૨૭ દિવસમાં ભૂલ ભુલૈયા ૨એ કરી ૧૭૧ કરોડની કમાણી

મુંબઈ, કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ વર્ષ ૨૦૨૨ની પહેલી ઓફિશિયલ બોલિવૂડ હિટ ફિલ્મ બની ગઈ છે. આશરે ૮૦થી ૮૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’એ રિલીઝના ૨૭ દિવસમાં લગભગ બમણી કમાણી કરી છે.
જ્યાં એકબાજુ હાલમાં રિલીઝ થયેલી બિગ બજેટ બોલિવૂડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી ત્યારે ‘ભૂલ ભુલૈયા ૨’ રિલીઝના ૨૭મા દિવસે પણ સારી એવી કમાણી કરતી જાેવા મળી રહી છે. ‘ભૂલ ભુલૈયા ૨’એ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર અંદાજિત ૧૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
‘ભૂલ ભુલૈયા ૨’એ માત્ર ભારત નહીં પરંતુ, વિદેશમાં પણ સારો બિઝનેસ કર્યો છે. ‘ભૂલ ભુલૈયા ૨’ના સેટેલાઈટ રાઈટ્સ અને ઓટીટી પર રિલીઝ માટે પણ સારી ડીલ થઈ છે. ‘ભૂલ ભુલૈયા ૨’ને ચારેય તરફથી ફાયદો થયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ‘ભૂલ ભુલૈયા ૨’ રિલીઝ થઈ તેને ૧ મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ પણ દર્શકો ‘ભૂલ ભુલૈયા ૨’ જાેવા માટે થિયેટરમાં જઈ રહ્યા છે.
જ્યાં બીજી બાજુ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘જનહિત મેં જારી’ ફિલ્મની બોક્સ ઓફિસ પર સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અક્ષય કુમાર સ્ટારર બિગ બજેટ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની કમાણીમાં ૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. ઘણાં થિયેટર્સમાં સમ્રાટ પૃથ્વીરાજના શૉમાં દર્શકો નહીં આવતા શૉ કેન્સલ કરાયા છે.
મહારાષ્ટ્રમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી જ્યારે ગુજરાતમાં હજુ પણ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની ઠીકઠાક કમાણી થઈ રહી છે.
સમ્રાટ પૃથ્વીરાજ’ ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હોવાનું માનવામાં આવે છે. ત્યારે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થિયેટર્સમાં અત્યારે જે રીતે ખરાબ પ્રદર્શન કરી રહી છે તે જાેતાં નફો કરવા માટે ડિજિટલ રાઈટ્સ જ એકમાત્ર સહારો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝના ચોથા અઠવાડિયામાં જ ઓટીટી પર રિલીઝ કરાશે.
એવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના ડિજિટલ રાઈટ્સ અને ટીવી પ્રીમિયર રાઈટ્સ વેચીને ૧૬૦ કરોડ આસપાસની કમાણી કરવામાં આવે કે જેથી નુકસાન થાય નહીં.
સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર અત્યારે એવી સ્થિતિ છે કે દરરોજ તેના ઘણાં શૉ કેન્સલ થઈ રહ્યા છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સમગ્ર દેશમાં ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી પણ હવે તો એવી સ્થિતિ છે કે કેટલાંક શૉની એકપણ ટિકિટનું વેચાણ થયું નથી. જેથી, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના શૉ કેન્સલ કરવા પડી રહ્યા છે. અક્ષય કુમાર માટે છેલ્લાં ૧૦ મહિનામાં આ ત્રીજા ચોંકાવનારા સમાચાર છે.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ અગાઉ અક્ષય કુમારની બચ્ચન પાંડે અને બેલ બૉટમનું બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન રહ્યું નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે.SS1MS