તમિલનાડુમાં ટીવી પત્રકારની ડ્રગ વેચનારે હત્યા કરી
ચેન્નાઇ, તમિલનાડુના કાંચીપુરમ જીલ્લાના એક ટીવી પત્રકારની હત્યા કરી દેવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર કહેવાતી રીતે ડ્રગ ડીલર્સે આ હત્યા કરી કારણ કે તેને શંકા હતાં કે પત્રકારે તેમની બાબતમાં પ્રશાસનને માહિતી આપી હતી. મામલામાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે ૨૭ વર્ષના ઇસરાવેલ મોજેજને તેના ઘરની બહાર બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી હતી પરિવારવાળાએને શરૂમાં એ લાગી રહ્યું હતું કે હુમલો કરનારા લોકો મોજેજના મિત્ર છે.
એક અધિકારીએ કહ્યું કે આરોપી તે ગેંગનો સભ્ય છે જે કહેવાતી રીતે અતિક્રમણ કરવામાં આવેલ જમીનને વેચવા અને ડ્રગ વેચવાના કામમાં સામેલ છે આમ તો મોજેજે આ મુદ્દા પર કોઇ રિપોર્ટ ટેલીકાસ્ટ કર્યો ન હતો.પીડિતના પિતા જ્ઞાનરાજે આરોપ લગાવ્યો કે જિલ્લા પોલીસે જાનના ખતરા હોવા સંબંધિત તેમના પુત્રની ફરિયાદ પર કોઇ કાર્યવાહી કરી ન હતી.
જાે કે પોલીસે આ આરોપોને નકારી દીધા છે જીલ્લા પોલીસ વડાએ કહ્યું કે અમને તેમના તરફથી કોઇ ફરિયાદ મળી ન હતી હત્યા સ્પષ્ટ રીતે ખાનગી પ્રતિશોધ અને ભૂમિ વિવાદનું પરિણામ છે વરિષ્ઠ પત્રકાર ભારતી તમિઝને પોલીસ પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે ગાંજાની ક્ષેત્રમાં વેચાણ અને અન્ય અસામાજિક ગતિવિધિઓના રિપોર્ટીગને લઇ મોજેજને જાનથી મારવાની ધમકી મળી હતી તેની હત્યા પોલીસ તરફથી કોઇ કાર્યવાહી ન કરવાનું પરિણામ છે.HS