૨૮ ડિસેમ્બરે કોરોના વેકસીનનો પહેલો પુરવઠો દિલ્હી પહોંચશે
નવીદિલ્હી, કોરોનાના સંક્રમણની ધીમી થતા ગતિ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે કે ૨૮ ડિસેમ્બરે કોરોના વેકસીનની પહેલો પુરવઠો દિલ્હી પહોંચી રહ્યો છે તેને લઇ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.રાજીવ ગાંધી હોસ્પિટલમાં ટ્રકોથી મોટા આકારના ડીપ ફ્રીઝર પહોંચી ગયા છે.
એ યાદ રહે કે હાલ ભારતમાં કોઇ પણ ફાર્મા કંપનીની વેકસીનના ઇમરજેંસી ઉપયોગને મંજુરી આપવામાં આવી નથી જાે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં ભારતમાં રસીકરણનું કામ શરૂ થઇ જશે.મળતી માહિતી અનુસાર દિલ્હી સરકારની રાજીવ ગાંધી હોસ્પિટલમાં કેટલાક ડીપ ફ્રિઝર અને અન્ય ઉપકરણોને ઇસ્ટોલ કરવામાં આવી રહ્યાં છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ અમે કોવિડ વેકસીન માટે ૩૦ કરોડ લોકોને પ્રાથમિકતા આપી છે.તેમાં આરોગ્ય કર્મચારીઓ,પોલીસ સૈન્ય અને સ્વચ્છતા કર્મચારી,૫૦ વર્ષથી ઉપરના લોકો અને ૫૦ વર્ષથી ઓછું ઉમરના તે લોકો સામેલ છે જે ગંભીર બીમારીથી પીડીત છે. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે અમે તમામને વેકસીન આપીશું જયારે એક આદર્શ સ્થિતિ હશે પરંતુ હાલ સરકારે નિષ્ણાતોની સાથે પેનલ ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોને પહેલા વેકસીન આપવામાં આવે અમે યાદી તૈયાર કરી છે આ યાદીમાં દરેક પ્રતિનિધિ સામેલ છે તેમાંથી કેટલાક મંત્રાલયોના રાજય સરકારોના વેકસીન નિષ્ણાંતો પણ સામેલ છે.HS