૨૮ સપ્ટેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી
નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ બુલેટિનમાં ૨૮ સપ્ટેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ એમ પણ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની સ્થિતિઓ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો માટે અનુકૂળ થતી જાેવા મળી રહી છે.
આ ઉપરાંત એ પણ ભવિષ્યવાણી કરાઈ છે કે ૩૦ સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર આંદમાન સાગર અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને ધીરે ધીરે તે તીવ્ર થવાની સંભાવના સાથે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ, લક્ષદ્વીપ, અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગણા, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
જયારે મહારાષ્ટ્ર, ઓડિશાના કેટલાક ભાગોમાં, છત્તીસગઢ અને આંદમાન તથા નિકોબર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે યુપીના કેટલાક જિલ્લાઓમાં ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે યુપીના હવામાનમાં આ ફેરફાર જાેવા મળી રહ્યો છે. વિદાય પહેલા મોનસૂન યુપીમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. પૂર્વ યુપીના જિલ્લાઓમાં ભીષણ આંધી તોફાન સાથે આકાશમાંથી વિજળી પડવાની શક્યતાના પગલે એલર્ટ જાહેર કરાયું છે.
સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ બિહારના અલગ અલગ ભાગોમાં ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં એટલે કે ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે બિહાર સમગ્ર ચોમાસા દરમિયાન સતત વરસાદની કમી સામે ઝઝૂમતું રહ્યું છે.
૨૬ સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થતા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ મજબુત થશે. લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. હાલ તેની ગતિવિધિ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં ૩ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. ૬થી ૯ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જાેવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે.
જાેકે, ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જાેવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. ૨૭ સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ૧૫ ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.SS1MS