૨૯ નવેમ્બર સુધીમાં યોજાનારી GPSCની બધી પરીક્ષા મોકૂફ

Files Photo
અમદાવાદ, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા આગામી ૨૯ નવેમ્બર સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મેડિકલ ટીચર્સની ભરતી માટેની પરીક્ષા યોજાવાની હતી જે હાલ મોકૂફ રાખવામાં આવી છે. પેટાચૂંટણી અને તહેવારો બાદ કોરોનાના સંક્રમણમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ સ્થિતિને કંટ્રોલમાં કરવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં બે દિવસન કરફ્યુની તેમજ ૧૦ દિવસ નાઈટ કરફ્યુની જાહેરાત કરી છે. તેવી સ્થિતિમાં આગામી દિવસોમાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા સ્થળો પર પહોંચવામાં મુશ્કેલી થઈ શકે તેમજ કોરોનાના સંક્રમણ વધવાની સ્થિતિ હોવાથી હાલમાં આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
આ અંગે જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, ‘હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ ટીચર્સ માટેની ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૨૯ નવેમ્બરે યોજાનારી ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. પરીક્ષાની નવી તારીખની માહિતી ઉમેદવારોને એસએમએસ અને ઈ-મેલ મારફતે આવામાં આવશે. તેમજ તેમણે જીપીએસસીની વેબસાઈટ પણ ચેક કરતા રહેવું.SSS