૨૯-૩૦ ઓગસ્ટની કાર્યવાહી બાદ ચીન નમવા માટે મજબૂર થયું : જાેશી
નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ચાલી રહેલો તણાવ ખતમ થતો જાેવા મળી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતિ હેઠળ ચીની સેના પાછળ હટવા લાગી છે. લગભગ ૯ મહિના સુધી ભારત અને ચીનની સેનાઓ આમને સામને રહી અને આ દરમિયાન અનેક વખત સ્થિતિ બગડતી જાેવા મળી.
પરંતુ મોદી સરકાર દ્વારા ભારતીય સેનાને અપાયેલા ફ્રી હેન્ડે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાજી પલટી નાખી. સેનાના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જાેશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આખરે કેવી રીતે ચીનના તેવર ઢીલા પડ્યા અને તે પીછેહટ કરવા મજબૂર થયું. તેમણે કહ્યું કે વાતચીતથી જ્યારે જાેઈતી સફળતા મળતી ન જાેવા મળી તો સેનાને ઉપરથી ખાસ નિર્દેશ મળ્યા.
આ નિર્દેશોમાં કઈ એવું કરવાનું કહેવાયું હતું જેનાથી ચીન પર દબાણ બને. ત્યારબાદ ૨૯-૩૦ ઓગસ્ટ દરમિયાન રાતે પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે રેજાંગ લા અને રેચિન લા પર ભારતીય સૈનિકોએ કબ્જાે જમાવી લીધો અને અમે ફરીથી દબદબાની સ્થિતિમાં આવી ગયા. જાેશીએ કહ્યું કે અમારી ૨૯-૩૦ ઓગસ્ટની કાર્યવાહી બાદ ચીને નમવા માટે મજબૂર થવું પડ્યું. ત્યારબાદ જ્યારે આગામી રાઉન્ડની વાતચીત થઈ તો ભારતનું પલડું ભારે રહ્યું.
વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જાેશીએ જણાવ્યું કે ૩૦ ઓગસ્ટના રોજ જ્યારે ભારતીય સૈનિકોએ રેજાંગ લા અને રેચિન લા પર કબ્જાે જમાવ્યો તો ચીની સેના કૈલાશ રેન્જમાં આમને સામને આવવા માંગતી હતી. અમે એકદમ યુદ્ધની કગારે હતા અને તે સમય અમારા માટે ખુબ પડકારભર્યો હતો.
જાેશીએ કહ્યું કે ચીનની પીછેહટ પર થોડો અચંબો તો થાય છે કારણ કે આટલી જલદી તેની આશા નહતી. તેમણે કહ્યું કે ચીન આટલા જલદી ડગ પાછા ખેંચશે તેની આશા નહતી. પરંતુ ભારતીય સેનાએ ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ન્છઝ્ર પર જે કર્યું તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જાેશીએ જણાવ્યું કે ૧૦ ફેબ્રુઆરીથી પેન્ગોંગ ત્સોમાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે,
જે બંને સેનાઓ ચાર સ્ટેપમાં પૂરી કરશે. અત્યાર સુધી બંને પક્ષ બખ્તર બંધ ગાડીઓ, ટેન્ક ડિસએન્ગેજ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ત્રીજા અને ચોથા તબક્કામાં કૈલાશ રેન્જ રેજાંગમાં પગપાળા સેનાના જવાનો હટશે. જાેશીએ વધુમાં કહ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓ એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે.
શું ભારતે નોર્થ બેન્કમાં જમીન જતી કરી? આ સવાલના જવાબમાં લેફ્ટેનન્ટ જનરલ જાેશીએ કહ્યું કે તેમાં કોઈ સચ્ચાઈ નથી. બંને દેશ એક સમજૂતિ પર સહમત થયા છે. ચીન સમજૂતિ હેઠળ પાછું હટી રહ્યું છે. સમજૂતિ હેઠળ ચીન ફિંગર૮ અને ફિંગર ૪થી પાછળ જશે. તેમણે કહ્યું કે ફિંગર ૮ આપણી ક્લેમ લાઈન છે અને ચીની સેના પાછળ જઈ રહી છે. ફિંગર ૪ અને ફિંગર ૮ વચ્ચેની સ્થિતિ એપ્રિલ ૨૦૨૦ પહેલાની થઈ જશે.