૨ ઈંચ જેટલો વરસાદ વરસતા તલોદ એસ.ટી. પોઈન્ટમા પાણી ભરાયા
(પ્રતિનિધિ) હરસોલ, તલોદ માં થોડોક જ વરસાદ પડતા ડેપો માં ખુબ જ પાણી ભરાઈ જતા બસ ઊભી કયાં રાખવી અને મુસાફરો ને કયાં બેસવું જેવી તકલીફ પડી રહી છે તલોદ ડેપો માં દિવસભર મુસાફરો તેમજ અસંખ્ય વિધાથીમિત્રો અભ્યાસ માટે આવતા હોય છે જેથી મુસાફરો ને તકલીફ પડી રહી છે અને જુનુ ડેપો તોડી નખાતા અને નવા ડેપો ની કામગીરી પણ ચાલુ ના થતાં આવનારા દિવસોમાં મુસાફરો ને વધારે તકલીફ પડશે.
તલોદ એસ. ટી. પોઈન્ટ અવાર નવાર અનૈક સમસ્યા ઓ થી ઘેરાયૈલૂ રહેલૂ છે અને આ કોઈ પ્રથમ સમસ્યા નથી આ વી તો કેટલીક સમસ્યાઓ નો સામનો અહીયા મુસાફરો ને કરવો પડતો હોય છે આવા વરસાદ ના પાણી ભરાઈ રહેતા મુસાફરો અથવા વિદ્યાર્થીઓને ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે આમ તો આ એસ. ટી. પોઈન્ટ ને તલોદ એસ. ટી ડેપો બનાવવા ની માંગ ખૂબ જ ઉઠાવવા મા આવી છે પરંતુ સરકાર આ બાબતે આનુ કોઇ જવાબ આપતી નથી. પોઈન્ટ પર પાણી ભરાઈ રહેતા એસ. ટી ડ્રાઈવર અને કન્ડક્ટર રોને પણ એસ. ટી બસ ક ઈ જગ્યા પર ઉભી રાખવી તેનિ પણ મુશકેલી ઓ સર્જાઈ રહેવા પામી છે વરસાદી પાણી ભરાતા અહીયા રોજ બરોજ અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ મા માંદગી ના સિકાર બનતા હોય છે આ ના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ની મોટી સંખ્યામાં લાઇન જોવા મળતી હોય છે. આથી અહીયા આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓ ધ્વખ આવા વરસાદી પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમ માંગણી કરવા મા આવી રહી છે.*