૨ એકરમાં ફેલાયેલા આલિશાન બંગલામાં રહે છે અલ્લુ અર્જુન
મુંબઈ, પુષ્પા ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિમાં ઓર વધારો કરનારા એક્ટર અલ્લુ અર્જુનનો આજે એટલે કે ૮ એપ્રિલે ૪૦મો જન્મદિવસ છે. સાઉથના માઈકલ જેક્સન તરીકે ઓળખાતો અલ્લુ અર્જુન એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવે છે.
અલ્લુ અર્જુનની લાઈફસ્ટાઈલ જેટલી વૈભવશાળી છે તેટલું જ તેનું ઘર પણ આલિશાન છે. હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનું ૨ એકરમાં ફેલાયેલું ૧૦૦ કરોડ રૂપિયાનું ઘર આવેલું છે. અલ્લુ અર્જુનનું ઘર કોઈ ભવ્ય ફિલ્મના સેટથી કમ નથી.
તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનનું ઘર હૈદરાબાદના જુબલી હિલ્સમાં આવેલું છે. આ ઘરને બનાવવા માટે ટોચના આર્કિટેક્ટ અને વાસ્તુશિલ્પ કૃતિની મદદ લીધી હતી. અલ્લુ અર્જુનના ઘરને જાણીતા આર્કિટેક્ટ આમિર એન્ડ હામિદ અસોસિએટના આમિર શર્માએ ડિઝાઈન કર્યું છે.
અલ્લુ અર્જુનનું ઘર ૮૦૦૦ ચોરસમીટર અને ૨ એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ ઘરમાં હરિયાળો બગીચો, સ્વીમિંગ પુલ અને શાનદાર ડિઝાઈન જાેવા મળે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અલ્લુ અર્જુનના આ ઘરની કિંમત ૧૦૦ કરોડથી વધારે છે.
અલ્લુ અર્જુનના ઘરનો વ્યૂ જાેશો તો તમને કાચના દરવાજા અને બોક્સના આકારનું ઘર દેખાશે. આ ઘરના આંગણામાં હરિયાળા બગીચા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઘરના ડિઝાઈનરે વાસ્તુથી માંડીને ખૂબસૂરત ડિઝાઈન જેવી બધી જ બાબતોનું ધ્યાન રાખ્યું છે. ઘરમાં એન્ટ્રી માટે એક લાંબી ગલી જેવી રચના કરવામાં આવી છે.
અલ્લુ અર્જુનના ઘરમાં એન્ટરટેઈનમેન્ટ એરિયા અને પુલ એરિયા પણ છે. અહીં ખસેડી શકાય તેવી બેન્ચો પણ છે. જેથી જ્યાં બેસવાની ઈચ્છા થાય ત્યાં ખસેડીને લઈ જઈ શકાય છે.
ઘરની સુંદરતામાં વધારો કરવા માટે તેને કેટલીય યૂનિક વસ્તુઓથી સજાવાયું છે. ઘરમાં પીળા રંગનું સ્કૂટર અને એક એરક્રાફ્ટ પણ મૂકવામાં આવ્યા છે. જેને મુંબઈની મટન સ્ટ્રીટથી ખરીદવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
ઘરમાં કાચની કેટલીય બારીઓ છે જે વેન્ટિલેશનનું કામ કરવાની સાથે ભવ્યતા અને સુંદરતા વધારવા માટે પણ મૂકવામાં આવી છે. વ્હાઈટ બેઝ જ આખા ઘરમાં વધારે જાેવા મળે છે. બાળકોના રૂમમાં રંબેરંગી પેઈન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લીવિંગ રૂમમાં મોટા મોટા સોફા અને શાનદાર લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.SSS