૩ જણ પોઝિટિવ આવતા કર્ણાવતી કલબ બંધ કરાઇ
અમદાવાદ, શહેરના એસ.જી હાઇવે પર આવેલા જાણીતા કર્ણાવતી કલ્બમાં આજે ટેસ્ટીંગ હાથ ધરવામાં આવતા કલ્બના સભ્યોમાં ફફડાટ ફેલાયો છે. લાકડાઉન બાદ તાજેતરમાં અનલોક-૪ની ગાઇડલાઇન મુજબ શરતોને આધીન કલ્બો શરુ કરવાની મંજુરી આપવામાં આવી હતી. કર્ણાવતી કલ્બમાં આજે સવારે કોવિડ-૧૯ના ટેસ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩ જણા ને પોઝીટીવ આવતા તેમને તત્કાળ હોમ ક્વોરન્ટાઇન થઇ જવા અને તબીબી સારવાર લેવા જણાવ્યું હતું. કલ્બના સૂત્રો ના જણાવ્યા અનુસાર કલ્બના મેનેજર નિખિલ મહેતા, સેક્રેટરી આર કે ભટ્ટ અને ઇવેન્ટ મેનેજર રાજુ દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.SSS